અહીંના કબૂતરો છે કરોડપતિ, જેમના નામે છે 27 દુકાન, 126 વીઘા જમીન અને....વિગતો જાણી આંખો પહોળી થઈ જશે

માણસોના નામની કરોડોની પ્રોપર્ટીની વાત તો સાંભળી હશે પરંતુ પશુ-પક્ષીઓના નામે કરોડોની પ્રોપર્ટીની વાત નહીં સાંભળી હોય. અહીં અમે તમને કરોડપતિ કબૂતરો વિશે જણાવીશું.

અહીંના કબૂતરો છે કરોડપતિ, જેમના નામે છે 27 દુકાન, 126 વીઘા જમીન અને....વિગતો જાણી આંખો પહોળી થઈ જશે

નવી દિલ્હી: માણસોના નામની કરોડોની પ્રોપર્ટીની વાત તો સાંભળી હશે પરંતુ પશુ-પક્ષીઓના નામે કરોડોની પ્રોપર્ટીની વાત નહીં સાંભળી હોય. અહીં અમે તમને કરોડપતિ કબૂતરો વિશે જણાવીશું. કરોડપતિ કબૂતર સાંભળવામાં તમને કદાચ વિચિત્ર લાગશે પરંતુ આ સાચુ છે. રાજસ્થાનના નાગૌર જિલ્લાના જસનગર ગામમાં આ કબૂતરોના નામે કરોડો રૂપિયાની સંપત્તિ છે. જેમાં દુકાનો, અનેક વીઘા જમીન અને કેશ પણ છે. કબૂતરોના નામે 27 દુકાનો, 126 વીઘા જમીન અને બેંક ખાતામાં લગભગ 30 લાખ રૂપિયા કેશ છે. એટલું જ નહીં આ કબૂતરોની 10 વીઘા જમીન પર 470 ગાયોની ગૌશાળા પણ સંચાલિત થઈ રહી છે. 

40 વર્ષ પહેલા કરાઈ હતી કબૂતરાન ટ્રસ્ટની સ્થાપના
40 વર્ષ પહેલા પૂર્વ સરપંચ રામદીન ચોટિયાના નિર્દેશો અને ગુરુ મરુધર કેસરી પાસેથી પ્રેરણા લઈને ગ્રામીણોના સહયોગથી અપ્રવાસીય ઉદ્યોગપતિ સ્વર્ગીય સજ્જનરાજ જૈન તથા પ્રભુસિંહ રાજપુરોહિત દ્વારા કબૂતરાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. ભામાશાહોએ કબૂતરોના સંરક્ષણ તથા નિયમિત દાણા પાણીની વ્યવસ્થા માટે ટ્રસ્ટના માધ્યમથી કસ્બામાં 27 દુકાનો બનાવડાવી અને તેમને કબૂતરોના નામે કરી દીધી. હવે આ કમાણીથી ટ્રસ્ટ છેલ્લા 30 વર્ષથી રોજ 3 બોરી અનાજ આપી રહ્યું છે. 

ટ્રારા દ્વારા જો 3 બોરીની કરાય છે વ્યવસ્થા
કબૂતરાન ટ્રસ્ટ દ્વારા રોજ લગભગ ચાર હજાર રૂપિયાના ખર્ચે 3 બોરી ધાનની વ્યવસ્થા કરાય છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં જરૂર પડ્યે 470 ગાયોના ચારાપાણીની વ્યવસ્થા કરાય છે. દુકાનોથી ભાડા તરીકે લગભગ 80 હજાર કુલ માસિક આવક છે. લગભગ 126 વીઘા કૃષિ જમીનની અચલ સંપત્તિ છે. કમાણીમાંથી કબૂતરોના સંરક્ષણમાં ખર્ચ થયા બાદની બચત ગામની જ એક બેંકમાં જમા કરી દેવાય છે. જે આજે 30 લાખ રૂપિયા જેટલી છે. 

આ ટ્રસ્ટ માટે આજે પણ લોકો આપે છે દાન
ટ્રસ્ટના સચિવ પ્રભુસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે કસ્બામાં અનેક ભામાશાહે કબૂતરોના સંરક્ષણ માટે દિલ ખોલીને દાન આપ્યું હતું. આજે પણ દાન આપે છે. આ દાનના રૂપિયાનો યોગ્ય ઉપયોગ થાય અને ક્યારેય કબૂતરોના દાણા પાણીમાં કોઈ સંકટ ન આવે તે માટે ગ્રામીણો તથા ટ્રસ્ટના લોકોએ મળીને દુકાનો બનાવી. આજે આ દુકાનોથી લગભગ 9 લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે. જે કબૂતરોના દાણા પાણી માટે ખર્ચ કરાય છે. 

(ઈનપુટ- રિપોર્ટર દામોદર ઈનાણિયા) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news