Satta Bazar Prediction: ફલોદી સહિત દેશના ટોપ 10 સટ્ટા બજારે બદલી ચાલ, ઘટાડી ભાજપની સીટ, જુઓ આંકડા
Phalodi And Top 10 Satta Bazar Prediction: સાતમાં તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. દરેક નેતા પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે. ચૂંટણી પરિણામ 4 જૂને આવશે. આ પહેલા દેશના ટોચના સટ્ટા બજારોના અનુમાન સામે આવ્યા છે. એક્ઝિટ પોલ એનડીએને વન વે જીતાડી રહ્યાં છે પણ સટ્ટા બજારમાં આંકડાઓ અલગ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Betting on Lok Sabha Elections: લોકસભા ચૂંટણી 2024માં સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન પણ પૂર્ણ થયું છે. થોડીવારમાં એક્ઝિટ પોલના આંકડા પણ આવવાના શરૂ થઈ જશે. ચૂંટણી પરિણામ 4 જૂને જાહેર થશે. લોકસભા ચૂંટણીને લઈને સત્તા બજાર ગરમ છે. અલગ-અલગ સટ્ટા બજારોમાં ચૂંટણીને લઈને ચોંકાવનારા આંકડા આવી રહ્યાં છે. રાજસ્થાનનું ફલોદી સટ્ટા બજાર હોય કે કાનપુર, મુંબઈ કે અન્યનું, ત્યાં પર ભાજપની જીતની ભવિષ્યવાણી તો કરવામાં આવી રહી છે, પરંતુ ઈન્ડિયા ગઠબંધન ટક્કર આપી રહ્યું છે. લોકોનાં મનમાં તે જાણવાની ઉત્સુકતા છે કે કોની સરકાર બનવા જઈ રહી છે.
શું કહે છે સટ્ટા બજાર
લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાથી લઈને છઠ્ઠા તબક્કા સુધી બજારમાં પાર્ટીઓની હાર-જીત પર સટ્ટો લાગતો રહ્યો. મોટા ભાગના સટ્ટા બજારે ભાજપની જીતની આશા લગાવી હતી. સટ્ટા બજારને આશા છે કે નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવાના છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અને બજાર પ્રમાણે ભાજપ 400નો નારો પાર કરી શકશે નહીં. ઘણી બજારોએ તો કોઈ પાર્ટીને બહુમતી આપી નથી. ઈન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. સાચુ પરિણામ તો 4 જૂને જાણવા મળશે.
400 પારના નારાનું શું થશે?
રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારનું અનુમાન છે કે ભાજપ આગામી ચૂંટણીમાં 209થી 212 સીટ જીતી શકે છે. બજાર એનડીએને કુલ 253 સીટ મળશે તેમ કહી રહ્યું છે. તો ઈન્ડિયા ગઠબંધનને 246 સીટ મળી શકે છે.
ફટાફટ કરો નજર
પાલનપુર અને કરનાલ સટ્ટા બજારનું અનુમાન
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાલનપુર સટ્ટા બજાર એનડીએને 247 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરી રહ્યું છે. જેમાં 216 સીટ ભાજપને આવી શકે છે, જ્યારે ઈન્ડિયા બ્લોકને બજાર 225 સીટો આપી રહ્યું છે. કોંગ્રેસને 112 સીટ મળવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. જો આપણે દેશના અન્ય સટ્ટા બજારની વાત કરીએ તો કરનાલ સટ્ટા બજારે એનડીએને 263 સીટો, ઈન્ડિયા બ્લોકને 231 સીટો મળવાનું અનુમાન લગાવ્યું છે. ઈન્દોર સરાફ અને સુરત મધોબીએ એનડીએને બહુમત મળવાની વાત કહી છે.
કોલકત્તા સટ્ટા બજાર
કોલકત્તાનું સટ્ટા બજાર ભાજપને 218, એનડીએને 261, કોંગ્રેસને 128 અને ઈન્ડિયા ગઠબંધનને 228 સીટ આપી રહ્યું છે. ઈન્દોર સરાફ ભાજપને 260, એનડીએને 283, કોંગ્રેસને 94 અને ઈન્ડિયા ગઠબંધનને 180 સીટ મળશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે.
મુંબઈ સટ્ટા બજાર
મુંબઈ સટ્ટા બજારે અનુમાન લગાવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં ભાજપને 64થી 66 સીટ મળી શકે છે. મુંબઈ સટ્ટા બજારે સીટવાર પણ અનુમાન લગાવ્યું છે. જેમ કે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીની જીતની ભવિષ્યવાણી કરવામાં આવી છે. મેનપુરીથી ડિંપલ યાદવ, લખનઉથી રાજનાથ સિંહ, કન્નોજથી અખિલેશ યાદવ, મેરઠથી અરૂણ ગોવિલ જીતી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે