પોલીસે દંડ ફટકારતા ગુસ્સે ભરાયેલા યુવકે રોડ વચ્ચે બાઇકને આગ ચાંપી દીધી !

આગે જોતજોતામાં એટલું વિકરાશ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, ફાયર બ્રિગેડને બોલાવીને આગ પર કાબુ મેળવવાની ફરજ પડી હતી

પોલીસે દંડ ફટકારતા ગુસ્સે ભરાયેલા યુવકે રોડ વચ્ચે બાઇકને આગ ચાંપી દીધી !

નવી દિલ્હી : દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ વાહન વ્યવહારનાં નિયમો તોડનારાઓને ભારે દંડ લાગુ થયા બાદથી લોકોમાં દહેશક છે. સપ્ટેમ્બરમાં આ એક્ટ લાગુ થયા બાદ છેલ્લા 5 દિવસથી વાહન ચાલકોનાં મોટા મોટા મેમો બનાવાઇ રહ્યા છે. મોટા મેમોનાં સમાચાર પણ બની રહ્યા છે. જો કે આ મેમો બાદ વિચિત્ર પ્રતિક્રિયા પણ લોકોની સામે આવી રહી છે. 

પી. ચિદમ્બરમને તિહાડમાં નહી મળે કોઇ VIP સેવા, 5 રોટલી અને શાક અપાશે
હાલમાં જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીનાં શેખર સરાય ફેઝ-1માં એક વ્યક્તિએ પોતાની જ બાઇકમાં આગ લગાવી દીધી. તે ટ્રાફીક પોલીસ દ્વારા ફટકારવામાં આવેલા દંડથી ખુબ જ ગુસ્સે ભરાયો હતો. જેથી ગુસ્સે થઇને તેણે પોતાની બાઇકમાં આગ લગાવી દીધી હતી. રસ્તા વચ્ચે જ બાઇકને આગ લગાવતા આગ ઝડપથી ફેલાવા લાગી હતી. જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે, આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડને બોલાવવું પડ્યું હતું. 

ચિદમ્બરમને ઝટકો, કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલ મોકલાયા
પોલીસે બાઇક ચાલક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી દારૂનાં નશામાં લાગી રહ્યો છે. હાલ તેનો મેડિકલ ચેકઅપ કરવા માટે મોકલી અપાયો છે. હાલ પોલીસ તેના મેડિકલ ચેકઅપના રિપોર્ટની રાહ જોઇ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ દંડની વિચિત્ર ઘટનાઓ સામે આવી રહી છે. હાલની જ એક ઘટનામાં પોલીસે એક સ્કુટી ચાલકને 23 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે તે સ્કુટી ચાલકે સ્કુટી જ 15 હજાર રૂપિયામાં ખરીદ્યું હતું. આ ઉપરાંત ગુરૂગ્રામ પોલીસે જ એક ટ્રેક્ટરનો 59 હજાર રૂપિયાનો મેમો બનાવ્યો હતો. ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરમાં દારૂ પીને ઓટો ચલાવનાર ઓટો ચાલકને 47,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news