વાંકાનેરના ભલગામ નજીક યુવકનો હત્યારો CCTV માં કેદ, પોલીસે જાહેર મદદ માંગી

જિલ્લાના વાંકાનેર તાલુકાના ભલગામ નજીક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. જો કે સીસીટીવીના આધારે શંકાસ્પદ આરોપીની જાણ કરી હતી. પોલીસે શંકાસ્પદ હત્યારાની તસ્વીર જાહેર કરી લોકોને માહિતી આફવા માટે અપીલ કરી હતી. માહિતી આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવા માટેનું આશ્વાસન અપાયું હતું. 
વાંકાનેરના ભલગામ નજીક યુવકનો હત્યારો CCTV માં કેદ, પોલીસે જાહેર મદદ માંગી

મોરબી : જિલ્લાના વાંકાનેર તાલુકાના ભલગામ નજીક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. જો કે સીસીટીવીના આધારે શંકાસ્પદ આરોપીની જાણ કરી હતી. પોલીસે શંકાસ્પદ હત્યારાની તસ્વીર જાહેર કરી લોકોને માહિતી આફવા માટે અપીલ કરી હતી. માહિતી આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવા માટેનું આશ્વાસન અપાયું હતું. 

વાંકાનેર પોલીસ સ્ટેશન વિસ્તારનાં ભલગામ નજીક તુલસી હોટલ સામે 26 તારીખે એક અજાણ્યા વ્યક્તિને માથાના ભાગે બોથડ પદાર્થ મારે હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ વ્યક્તિ ઘટના પહેલા મૃતકની સાથે જોવા મળ્યો હતો. શંકાસ્પદ ઇસર કેસરી કલરની સાયકલ સાથે જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તરફથી આવ્યો હતો. 

શંકાસ્પદ વ્યક્તિ સાયકલ લઇને આવ્યો હતો. સાયકલ બનાવના સ્થળેથી મળીઆવી છે. જેથી આ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરવી જરૂરી છે. આ ઇસમ કોઇ પણ વિસ્તારમાં જોવા મળે તો વાંકાનેર તાલુકા પોલીસ (02828 220665 / 82005 34834) અથવા પીએસઆઇ આર. પી. જાડેજા (99090 01102)નો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news