IRCTC કૌભાંડ: લાલુ યાદવ વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ નિકળ્યું, 6 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ
Trending Photos
નવી દિલ્હી: IRCTC હોટલ ટેન્ડર કૌભાંડ મામલે પટિયાલા હાઉસ કોર્ટે આજે લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ જારી કર્યું છે. કોર્ટે લાલુને આગામી 6 ઓક્ટોબરના રોજ કોર્ટમાં હાજર થવાના આદેશ જારી કર્યા છે. જેના કારણે હવે તેમને પેશી માટે રાંચીથી દિલ્હી લાવવામાં આવશે. સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટ પાસે લાલુ પ્રસાદ યાદવની પેશી માટે પ્રોડક્શન વોરન્ટની માંગ કરી હતી. જેને કોર્ટે સ્વીકારી છે.
આ અગાઉ લાલુ પ્રસાદ યાદવના પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સહિત 14 આરોપીઓને રાહત આપતા જામીન મળ્યાં. કોર્ટે મામલા પર સુનાવણી કરતા તમામ આરોપીઓને એક લાખ રૂપિયાના ખાનગી બોન્ડ પર જામીન આપ્યાં. આ મામલે પોણા દસ વાગે તેજસ્વી યાદવ માતા સાથે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યા હતાં. તમામ આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જજે સુનાવણી કરતા તમામ આરોપીઓને એક એક લાખના ખાનગી બોન્ડ પર જામીન આપ્યાં.
IRCTC scam case: Delhi's Patiala House Court issues production warrant against Lalu Prasad Yadav for 6th October pic.twitter.com/SC0iLkLnfy
— ANI (@ANI) August 31, 2018
સીબીઆઈએ દાખલ કરી હતી ચાર્જશીટ
IRCTV કૌભાંડ મામલે આરોપી બનાવીને સીબીઆઈએ 16 એપ્રિલના રોજ પૂર્વ રેલ મંત્રી લાલુપ્રસાદ યાદવ અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. લાલુના પત્ની રાબડી અને તેમના પુત્ર તેજસ્વી યાદવ પણ તે 14 લોકોમાં સામેલ હતાં જેમના વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ હતી. તપાસ એજન્સીએ તે સમયે IRCTCના જીએમ બી કે અગ્રવાલ વિરુદ્ધ પણ કેસ ચલાવવાની પરવાનગી માંગી હતી. સૂત્રોના જણાવ્યાં મુજબ રેલમંત્રીએ કેન્દ્રીય સતર્કતા આયુક્તની સલાહ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સેક્શન 19 હેઠળ અભિયોગ ચલાવવા માટે મંજૂરી આપી હતી.
શું છે સમગ્ર મામલો?
આ મામલો ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા રાંચી અને પુરીમાં ચલાવવામાં આવનારી બે હોટલોની દેખરેખનું કામ સુજાતા હોટલ્સ નામની કંપનીને આપવા સંલગ્ન છે. વિનય અને વિજય કોચર આ કંપનીના માલિક છે. તેના દલામાં કથિત રીતે લાલુને પટણામાં બેનામી સંપત્તિ તરીકે 3 એકર જમીન મળી. એફઆઈઆરમાં કહેવાયું હતું કે લાલુએ ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માટે પોતાના પદનો દૂરઉપયોગ કર્યો. તેના બદલામાં તેમને એક બેનામી કંપની ડિલાઈટ માર્કેટિંગ તરફથી ખુબ જ મોંઘેરી જમીન મળી. સુજાતા હોટલને કોન્ટ્રાક્ટ મળ્યા બાદ 2010 અને 2014 વચ્ચે ડિલાઈટ માર્કેટિંગ કંપનીનો માલિકી હક સરલા ગુપ્તા પાસેથી રાબડી દેવી અને તેજસ્વી યાદવ પાસે આવી ગયો. જો કે તે સમયે લાલુ પ્રસાદ રેલ મંત્રીના પદેથી રાજીનામું આપી ચૂક્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે