18 નવેમ્બરથી 24 સપ્ટેમ્બર વચ્ચે બોલાવવામાં આવી શકે છે સંસદનું શિયાળુ સત્ર

ગત રાત્રે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પ્રહ્લાદ જોશી અને થાવરચંદ ગેહલોત પણ હાજર પણ હાજર રહ્યા હતા. આ બેઠક ગૃહ મંત્રી રાજનાથ સિંહન ઘરે યોજાઇ હતી. તમને જણાવી દઇએ કે આ વખતે શિયાળુ સત્રને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

18 નવેમ્બરથી 24 સપ્ટેમ્બર વચ્ચે બોલાવવામાં આવી શકે છે સંસદનું શિયાળુ સત્ર

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રને લઇને બુધવારે કેંદ્વીય કેબિનેટની સંસદીય મામલાની કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે બેઠકમાં સંસદના શિયાળુ સત્રને લઇને ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનું માનીએ તો શિયાળુ સત્ર 18 નવેમ્બરથી 24 ડીસેમ્બર વચ્ચે બોલાવવામાં આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિયાળુ સત્રની તારીખ નક્કી કરવાને લઇને સંસદીય મામલાની સમિતિની બેઠક યોજાઇ હતી.

ગત રાત્રે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પ્રહ્લાદ જોશી અને થાવરચંદ ગેહલોત પણ હાજર પણ હાજર રહ્યા હતા. આ બેઠક ગૃહ મંત્રી રાજનાથ સિંહન ઘરે યોજાઇ હતી.

— ANI (@ANI) October 16, 2019

તમને જણાવી દઇએ કે આ વખતે શિયાળુ સત્રને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે. આ સત્રમાં સરકાર ઘણા મહત્વપૂર્ણ અધ્યાદેશોને કાયદો બનાવવાનો પ્રયત્ન કરશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news