Parliament Winter Session Live: કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં કેટલા ખેડૂતોના થયા મોત? સરકારે આપી આ જાણકારી
સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. શરૂઆતના બે દિવસ ખુબ જ હંગામેદાર રહ્યા. સત્રના ત્રીજા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભામાં The Assisted Reproductive Technology (Regulation) Bill, 2020 રજુ કરશે.
Trending Photos
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. શરૂઆતના બે દિવસ ખુબ જ હંગામેદાર રહ્યા. સત્રના ત્રીજા દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભામાં The Assisted Reproductive Technology (Regulation) Bill, 2020 રજુ કરશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ જાણકારી આપતા કહ્યું કે કોરોના મહામારી પર એક ટૂંકી ચર્ચા માટે સમય ફાળવવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સદનમાં કહ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી અને સરકાર એ સુનિશ્ચિત કરવા માટે દરેક શક્ય પગલાં ભરી રહી છે કે તે દેશ સુધી ન પહોંચે.
રાજ્યસભા 3 વાગ્યા સુધી સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી જેવી ફરી શરૂ થઈ કે વિપક્ષી સાંસદોની નારેબાજી બાદ રાજ્યસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
ખેડૂતોના મોતનો આંકડો સરકાર પાસે નથી
ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ખેડૂતોના મોતનો કોઈ આંકડો સરકાર પાસે નથી. આ વાતની જાણકારી કેન્દ્ર સરકારે લોકસભામાં આપી. સંસદમાં જ્યારે કેન્દ્ર સરકારને પૂછવામાં આવ્યું કે આંદોલનમાં કેટલા ખેડૂતોના મોત થયા તો કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે સરકારની પાસે તેનો કોઈ આંકડો નથી.
રાજ્યસભા ફરી સ્થગિત
રાજ્યસભાની કાર્યવાહી 12 વાગે શરૂ થતા વળી પાછો વિપક્ષે હોબાળો મચાવવાનો શરૂ કરી દીધો. ત્યારબાદ સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
If the 12 suspended members of Rajya Sabha want to come to the House, then they should express remorse. Let them sit on dharna...I pray Mahatma Gandhi gives them wisdom: Union Minister Pralhad Joshi pic.twitter.com/Y5v1P5PO5q
— ANI (@ANI) December 1, 2021
ગાંધીની પ્રતિમા સામે બેસવું હાસ્યાસ્પદ- પ્રહલાદ જોશી
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે મહાત્મા ગાંધીની પ્રતિમા સામે બેસવું હાસ્યાસ્પદ છે. હું તેમને અપીલ કરું છું કે કમ સે કમ તેઓ પસ્તાવો તો વ્યક્ત કરે. આજે લોકસભા ચલાવવાની અમે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે. વિપક્ષનું શું વલણ છે તે જોઈએ. અમે તો લોકસભા ચલાવવા માંગીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે રાજ્યસભાના 12 સસ્પેન્ડેડ સાંસદ જો સદનમાં આવવા માંગતા હોય તો તેમણે ખેદ વ્યક્ત કરવો જોઈએ. તેમને ધરણા પર બેસવા દો. હું પ્રાર્થના કરું છું કે મહાત્મા ગાંધી તેમને જ્ઞાન આપે.
ડોલા સેને આપ્યો આ પ્રતિભાવ
રાજ્યસભાથી સસ્પેન્ડેડ ટીએમસી સાંસદ ડોલા સેને કહ્યું કે ભાજપ જ્યારે વિપક્ષમાં હતો ત્યારે તેણે અનેકવાર ગૃહની કાર્યવાહીમાં વિધ્ન નાખ્યું. પરંતુ તેના પર કોઈ કાર્યવાહી થઈ નહીં. જનતા બધુ જુએ છે. જે રીતે જનતાએ 2021ની બંગાળ ચૂંટણીમાં તેને ગુડબાય કર્યું તે જ રીતે 2024માં દેશની જનતા તેમને ગુડબાય કરશે.
લોકસભાની કાર્યવાહી પણ સ્થગિત
હંગામાના પગલે નીચલા ગૃહ લોકસભાની કાર્યવાહી પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
સસ્પેન્ડેડ સાંસદોના ધરણા
રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદ સભ્યો સંસદમાં મહાત્મા ગાંધીની મૂર્તિ સામે ધરણા પર બેસી ગયા છે. રાજ્યસભાના 12 સાંસદના સસ્પેન્શનને લઈને વિપક્ષી નેતાઓએ સંસદમાં ગાંધી પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ છે.
Opposition leaders protest at Mahatma Gandhi statue in Parliament premises demanding revocation of suspension of 12 Opposition MPs of Rajya Sabha pic.twitter.com/v9IVEGjzby
— ANI (@ANI) December 1, 2021
સંસદના બંને સદનની કાર્યવાહી શરૂ થતા જ હંગામો
સદનની કાર્યવાહી શરૂ થતા જ બંને ગૃહોમાં હોબાળો થવા લાગ્યો. લોકસભામાં પ્રશ્નકાળ સમયમાં વિપક્ષી સાંસદો સસ્પેન્શન પાછું ખેંચોના નારા લગાવવા લાગ્યા હતા. રાજ્યસભામાં પણ વિપક્ષી સભ્યોનો હોબાળો ચાલુ રહ્યો. ત્યારબાદ સભાપતિ એમ વેંકૈયા નાયડુએ બપોરે 12 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી.
Assisted Reproductive Technology (Regulation) Bill, 2020 રજુ કરાશે
સંસદના શિયાળુ સત્રના ત્રીજે દિવસે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા લોકસભામાં Assisted Reproductive Technology (Regulation) Bill, 2020 રજુ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે