Mansukh Hiren case: પૂર્વ કમિશનર અને ACP વચ્ચેની એ વિસ્ફોટક ચેટ...જેણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જ્યો

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા. આ મામલે એક વિસ્ફોટક ચેટનો પણ ખુલાસો થયો છે. જાણો વિગતવાર.

Mansukh Hiren case: પૂર્વ કમિશનર અને ACP વચ્ચેની એ વિસ્ફોટક ચેટ...જેણે મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જ્યો

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં એન્ટિલિયા (Antilia Case) ની બહાર જિલેટિનની સ્ટિક મળી આવ્યાનો કેસ અને મનસુખ હિરેનના મોત (Mansukh Hiren death case)  મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Param Bir Singh) મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, જેમાં કહેવામાં આવ્યું કે અનિલ દેશમુખ દર મહિને 100 કરોડ રૂપિયા માંગતા હતા. પત્રમાં તેમણે બીજા  પણ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. 

આરોપો બાદ અનિલ દેશમુખ (Anil Deshmukh)ના રાજીનામાની માગણી ઉઠી છે. ભાજપે માગણી કરી છે કે અનિલ દેશમુખને તરત પદ પરથી હટાવી દેવામાં આવે. આ બાજુ MNS અધ્યક્ષ રાજ ઠાકરેએ પણ અનિલ દેશમુખના તત્કાળ રાજીનામાની માગણી કરી છે. તેમણે કહ્યું કે પરમબીર સિંહે જે પત્ર લખ્યો તે શોકિંગ છે. તે મહારાષ્ટ્રની છબી ખરાબ કરનારો છે. આ બધા વચ્ચે ગૃહમંત્રી અનિલ દેશમુખના બંગલાની સુરક્ષા વધારી દેવાઈ છે. 

મુખ્યમંત્રીને લખેલા પોતાના પત્રમાં પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પોતાની અને ACP સંજય પાટિલ વચ્ચે 16 થી 19 માર્ચ વચ્ચે થયેલી વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો છે. 

આ રહી સંપૂર્ણ વાતચીત...

પરમબીર સિંહ: 16 માર્ચ 4.59 pm
પાટીલ, હોમ મિનિસ્ટર અને પલાંડેએ તમને કેટલીવાર બાર, રેસ્ટોરા અને આવા જ એસ્ટાબ્લિશમેન્ટ જણાવ્યા હતા. તમે તેમને ફેબ્રુઆરીમાં ક્યારે મળ્યા હતા અને કેટલા એક્સપેક્ટેડ કલેક્શન તમને જણાવવામાં આવ્યા હતા. 

જ્યારે પરમબીર સિંહના મેસેજનો ACP પાટીલે જવાબ ન આપ્યો તો તેમણે ફરી એક મેસેજ કર્યો. 

પરમબીર સિંહ: 16 માર્ચ, 05.00 pm
અર્જન્ટ પ્લિઝ

ACP પાટીલ: 16 માર્ચ, 5.18 pm
1750 બાર અને એસ્ટાબ્લિશમેન્ટ, દરેક એસ્ટાબ્લિશમેન્ટ પાસેથી 3 લાખ રૂપિયા, તે હિસાબે દર મહિને 50 કરોડ રૂપિયાનું કુલ કલેક્શન. 

ACP પાટીલ: 16 માર્ચ, 5.23 pm
પલાન્ડેએ ડીસીપી એન્ફોર્સમેન્ટ (રાજુ ભુજબળ)ની સામે 4 માર્ચે જણાવ્યું હતું. 

પરમબીર સિંહ: 16 માર્ચ, 5.25 pm 
અને તમે તે પહેલા HM ને ક્યારે મળ્યા હતા. 

ACP પાટીલ: 16 માર્ચ, 5.26 pm
હુક્કા બ્રિફિંગ અગાઉ ચાર દિવસ પહેલા.

પરમબીર સિંહ: 16 માર્ચ, 5.27 pm
અને વઝે HM ને કઈ તારીખે મળ્યો હતો?
 
ACP પાટિલ: 16 માર્ચ, 5.33 pm
સર તે તારીખ મને ખબર નથી. 

પરમબીર સિંહ: 16 માર્ચ, 7.40 pm
તમે જણાવ્યું હતું કે તે તમારી મીટિંગથી થોડા દિવસ પહેલા મળ્યો હતો. 

ACP પાટીલ: 16 માર્ચ, 8.33 pm 
યસ સર, પરંતુ તે ફેબ્રુઆરી મહિનાના અંતમાં થઈ હતી. 

પરમબીર સિંહ: 19 માર્ચ, 8.02 pm
પાટીલ મને કઈક વધુ ઈન્ફોર્મેશન જોઈએ. શું વઝે HM ને મળ્યા બાદ તમને મળ્યો હતો?

ACP પાટીલ: 19 માર્ચ, 8.53 pm 
યસ સર, વઝે HM સાથે મીટિંગ બાદ મને મળ્યો હતો. 

પરમબીર સિંહ: 19 માર્ચ, 9.01 pm
શું વઝેએ તમને કશું જણાવ્યું હતું કે તે HM ને કેમ મળ્યો હતો?

ACP પાટીલ: 19 માર્ચ, 9.12 pm
સર, વઝેએ મને મીટિંગનું કારણ જણાવ્યું હતું કે 1750 એસ્ટાબ્લિશમેન્ટ છે જેની પાસેથી દર મહિને 3 લાખ રૂપિયા તેમના માટે (HM) કલેક્શન કરવાનું હતું. જે લગભઘ 40 કરોડથી 50 કરોડ રૂપિયા થાય છે. 

પરમબીર સિંહ: 19 માર્ચ, 9.13 pm
ઓહ આ તો એ વાત છે જે તમને HM એ કહી હતી. 

ACP પાટીલ: 19 માર્ચ, 9.15 pm
4 માર્ચના રોજ પલાન્ડેએ એ જ વાત કરી. 

પરમવીર સિંહ: 19 માર્ચ, 9.19 pm
ઓહ યસ, તમે પલાન્ડેને 4 માર્ચના રોજ મળ્યા હતા?

ACP પાટીલ: 19 માર્ચ 9.17 pm
યસ સર મને બોલાવ્યો હતો. 

મહિને 100 કરોડ રૂપિયા વસૂલીનો ટાર્ગેટ- પરમબીર સિંહ
પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 'સચિવ વઝેને અનિલ દેશમુખે વસૂલી કરવાનું કહ્યું હતું. સચિન વઝેએ પોતે મને આ અંગે જણાવ્યું હતું. પરમબીર સિંહે આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખે સચિન વઝેને અનેકવાર તેમના સરકારી નિવાસે બોલાવ્યો હતો અને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો.' આરોપ મુજબ દેશમુખે વઝેને કહ્યું હતું કે 'મુંબઈમાં 1750 બાર અને રેસ્ટોરન્ટ છે. દરેક પાસેથી 2-3 લાખ રૂપિયા મહિને વસૂલવામાં આવે તો 50 કરોડ જેટલા થાય છે. બાકી રકમ અન્ય જગ્યાએથી કે સોર્સથી વસૂલી શકાય છે.'

સાંસદ સ્યૂસાઈડ કેસમાં પણ બનાવ્યું દબાણ
પરમબીર સિંહે પત્રમાં દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના સ્યૂસાઈડ કેસમાં પણ દબાણ સર્જવાનો આરોપ લગાવ્યો. પરમબીર સિંહના આરોપ મુજબ ગૃહમંત્રી અનિલ દેશમુખ પહેલા દિવસથી જ ઈચ્છતા હતા કે આત્મહત્યા માટે ઉક્સાવવાનો કેસ દાખલ થાય. પરમબીર સિંહે આ મામલે લખ્યું કે 'મારો મત હતો કે જો કોઈ પ્રકારે આત્મહત્યા માટે ઉક્સાવવાનું કામ થયું પણ છે તો આ કેસ મુંબઈની જગ્યાએ દાદરા નગર હવેલીમાં નોંધાવવો જોઈએ.'

ગૃહમંત્રીની સ્પષ્ટતા
આ બધા વચ્ચે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે આ આરોપો સદંતર ફગાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. દેશમુખે લખ્યું કે સંબંધિત મામલાઓમાં પોતાને બચાવવા માટે આ ભ્રામક આરોપ લગાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news