ભારત-ચીન વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, મોટા આતંકી હુમલાનું રચી રહ્યું છે ષડયંત્ર

ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે પાકિસ્તાન નવું આતંકવાદી જૂથ તૈયાર કરી કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદીઓના ખાતમાથી પરેશાન પાકિસ્તાન સુરક્ષાદળો પર હુમલા કરીને પોતાની પક્કડ મજબુત કરવા માંગે છે. મળતી માહિતી મુજબ હિજબુલ મુજાહિદ્દીન, લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદની કમર તૂટ્યા બાદ હવે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ નવું આતંકવાદી જૂથ  THE RESISTANCE FRONT એટલે કે TRF મેદાનમાં ઉતાર્યું છે. 
ભારત-ચીન વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, મોટા આતંકી હુમલાનું રચી રહ્યું છે ષડયંત્ર

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે પાકિસ્તાન નવું આતંકવાદી જૂથ તૈયાર કરી કાશ્મીરમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. કાશ્મીરમાં આતંકવાદીઓના ખાતમાથી પરેશાન પાકિસ્તાન સુરક્ષાદળો પર હુમલા કરીને પોતાની પક્કડ મજબુત કરવા માંગે છે. મળતી માહિતી મુજબ હિજબુલ મુજાહિદ્દીન, લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદની કમર તૂટ્યા બાદ હવે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ નવું આતંકવાદી જૂથ  THE RESISTANCE FRONT એટલે કે TRF મેદાનમાં ઉતાર્યું છે. 

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ટીઆરએફને નવા આતંકી સંગઠન તરીકે સ્થાપિત કરવા માંગે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પાકિસ્તાનનું માનવું છે કે ભારત હાલ ચીન સાથે સરહદ વિવાદમાં ગૂંચવાયેલુ છે, આવામાં ભારત તરફથી કોઈ પણ આતંકી હુમલાની જવાબી કાર્યવાહી થશે નહીં. ભારતીય સેનાને મળી રહેલા ઈનપુટ મુજબ આઈએસઆઈ અને પાકિસ્તાની સેનાની સ્પેશિયલ ફોર્સ એટલે કે એસએસજી ટ્રેન્ડ આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં મોટો આતંકી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં છે. 

મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનના જલાલબાદમાં એસએસજીના ટ્રેનર 20 તાલિબાન આતંકીઓના એક જૂથને ટેઈન કરી રહ્યા છે. તેમને કાશ્મીરમાં આતંકી હુમલા માટે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. 

જુઓ LIVE TV

સુરક્ષા એજન્સીઓા જણાવ્યાં મુજબ એલઓસી પાર લગભગ 400-500 આતંકવાદીઓ બર્ફીલા પહાડો દ્વારા કાશ્મીરમાં ઘૂસણખોરીનું કાવતરું રચી રહ્યાં છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ IED એક્સપ્રટ 4-5 આતંકીઓ સુરક્ષાદળો પર વિસ્ફોટકો ભરેલી ગાડીઓથી હુમલો કરવાની તૈયારીમાં છે. આ આતંકીઓ શ્રીનગરના પંથા ચોક, સોપોરના ટાઉન હોલ, સોપોર-કૂપવાડા બાયપાસ, બારામુલ્લા હાઈવે  કે હંદવાડા-બારામુલ્લા રોડના નાકા પર કાફલા સાથે ગાડીઓ ટકરાવી શકે છે. કહેવાય છે કે જે રસ્તાથી સુરક્ષાદળોનો કાફલો પસાર થાય છે તે હાલ આતંકીઓના નિશાના પર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news