રસ્તો ભૂલેલા 8 વર્ષના પાકિસ્તાની બાળકને BSFએ ભોજન કરાવી પરત મોકલ્યો, ભારતનો ગેમરારામ ક્યારે આવશે?

રાજસ્થાનના બાડમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફએ માનવતાનો પરિચય કરાવતા પાકિસ્તાનથી આવેલા બાળકને માત્ર પોણા બે કલાકમાં જ પાકિસ્તાન મોકલી દીધો

રસ્તો ભૂલેલા 8 વર્ષના પાકિસ્તાની બાળકને BSFએ ભોજન કરાવી પરત મોકલ્યો, ભારતનો ગેમરારામ ક્યારે આવશે?

બાડમેર: રાજસ્થાનના બાડમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફએ માનવતાનો પરિચય કરાવતા પાકિસ્તાનથી આવેલા બાળકને માત્ર પોણા બે કલાકમાં જ પાકિસ્તાન મોકલી દીધો. પરંતુ પાંચ મહિના પહેલા ભૂલથી સરહદ પાર કરી ગયેલા ગેમરારામને પાકિસ્તાને હજુ પાછો મોકલ્યો નથી. 

મળતી માહિતી મુજબ બાખાસર સાથે જોડાયેલી ભારત પાકિસ્તાન સરહદ પરથી 8 વર્ષનો બાળક કરીમ ખાન(Karim Khan)  ભારતમાં ઘૂસી ગયો. બીએસએફે બાળકને રોતા જોયો અને ચૂપ કરાવ્યો અને ભોજન કરાવ્યું. ત્યારબાદ તેના પરિવારની જાણકારી મેળવીને પાકિસ્તાન સાથે તરત જ ફ્લેગ મિટિંગ કરી અને માત્ર પોણા બે કલાકમાં તેને પાછો પાકિસ્તાન મોકલી દીધો. 

આ બાજુ પાંચ મહિના પહેલા ભૂલથી પાકિસ્તાનની સરહદમાં ઘૂસી ગયેલા ગેમરારામને હજુ સુધી પાકિસ્તાને જેલમાં બંધ કરેલો છે. ગેમરારામના વૃદ્ધ માતા પિતા રડી રડીને બેહાલ થઈ ગયા છે. તેઓ સતત પુત્રની વતનવાપસી માટે અધિકારીઓને ગુહાર લગાવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગેમરારામ તેની પ્રેમિકાને મળવા માટે ગયો હતો. આ દરમિયાન લોકોએ તેને જોઈ લીધો અને ડરના કારણે તે ભૂલથી બોર્ડર પાર કરી ગયો. જ્યાં તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news