સુલભ શૌચાલયને ઈન્ટરનેશનલ બ્રાન્ડ બનાવનાર બિંદેશ્વર પાઠકનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ

Passes Away Bindeshwar Pathak: સુલભ ઈન્ટરનેશનલના સંસ્થાપક ડો. બિંદેશ્વર પાઠકનું દિલ્હી એમ્સમાં નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ધ્વજવંદન કરવા સમયે તેમની તબીયત બગડી હતી, ત્યારબાદ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સુલભ શૌચાલયને ઈન્ટરનેશનલ બ્રાન્ડ બનાવનાર બિંદેશ્વર પાઠકનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુખ

નવી દિલ્હીઃ દુનિયાને શૌચાલયનું મહત્વ સમજાવનાર અને કરોડો લોકોનું જીવન સરળ બનાવનાર સુલભ ઈન્ટરનેશનલના ફાઉન્ડર બિંદેશ્વર પાઠકનું આજે નિધન થયું છે. મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. આજે તમે દેશભરમાં જે સુલભ શૌચાલય જુઓ છે, તે બિંદેશ્વર પાઠક (Bindeshwar Pathak) ની દેન છે. તેમણે સુલભ શૌચાલયને ઈન્ટરનેશનલ (Sulabh International)બ્રાન્ડ બનાવી દીધી. પાઠકે સુલભ શૌચાલયની શરૂઆત કરી હતી. બિહારના વૈશાલી જિલ્લાના એક ગામમાં 2 એપ્રિલ 1943ના તેમનો જન્મ થયો હતો. તેમના નિધન પર પીએમ મોદીએ પણ દુખ વ્યક્ત કર્યું છે. 

ઘરમાં 9 રૂમ પણ 1 શૌચાલય નહીં
બિન્દેશ્વર પાઠક 9 રૂમ ધરાવતા ઘરમાં મોટા થયા હતા. પરંતુ એક પણ શૌચાલય ન હતું. ઘરની મહિલાઓ સવારે વહેલા ઊઠીને શૌચ માટે બહાર જતી. દિવસ દરમિયાન બહાર શૌચ કરવું મુશ્કેલ હતું. આ કારણે તેને ઘણી તકલીફો અને બીમારીઓ પણ થતી હતી. આ બાબતોએ તેમને બેચેન બનાવી દીધા. તેઓ આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હતા. તેમણે સ્વચ્છતાના ક્ષેત્રમાં કંઈક નવું કરવાનું નક્કી કર્યું અને દેશમાં મોટું પરિવર્તન લાવવાનું કામ કર્યું.

Bindeshwar Ji made it his mission to build a cleaner India. He provided monumental support to the… pic.twitter.com/z93aqoqXrc

— Narendra Modi (@narendramodi) August 15, 2023

મેન્યુઅલ સ્કેવેન્જિંગ અને ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યા પર કામ
પાઠકે બિહાર અને ઉત્તર પ્રદેશમાંથી શિક્ષણ મેળવ્યું હતું. તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતક થયા. આ પછી તેણે પટના યુનિવર્સિટીમાંથી માસ્ટર અને પીએચડી કર્યું. તેમણે વર્ષ 1968-69માં બિહાર ગાંધી જન્મ શતાબ્દી ઉજવણી સમિતિ સાથે કામ કર્યું હતું. આ તે છે જ્યાં સમિતિએ તેમને સસ્તું શૌચાલય ટેક્નોલોજી વિકસાવવા પર કામ કરવા જણાવ્યું હતું. તે સમયે ઉચ્ચ જાતિના પોસ્ટ ગ્રેજ્યુએટ છોકરા માટે શૌચાલય ક્ષેત્રમાં કામ કરવું સરળ નહોતું. પરંતુ તે પોતાના ઈરાદાથી ક્યારેય પીછે હટ કરી નહીં. તેમણે જાતે સફાઈ અને ખુલ્લામાં શૌચ કરવાની સમસ્યા પર કામ કર્યું.

નારાજ થઈ ગયા હતા પરિવારજનો
પાઠક સતત દેશને શૌચ મુક્ત કરવાની દિશામાં કામ કરી રહ્યાં હતા. આ વચ્ચે તેમના પિતા ખુબ નારાજ થઈ ગયા. બીજા જાણીતા લોકો પણ નારાજ હતા. પાઠકના સસરા શૌચાલયવાળા કામથી ખુબ ગુસ્સે હતા. તેમણે પાઠકને કહ્યુ કે, તારૂ મોઢુ બતાવવું નહીં. તે કહેતા હતા કે તેમની દીકરીનું જીવન ખરાબ કરી દીધુ. આ બધી વાતોના જવાબમાં પાઠક કહેતા હતા કે ગાંધીજીના સપનાને પૂરુ કરી રહ્યાં છે. 

બનાવ્યું ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલય
ત્યારબાદ 1970માં બિંદેશ્વર પાઠકે સુલભ ઈન્ટરનેશનલની સ્થાપના કરી. આ એક સામાજિક સંગઠન હતું. સુલભ ઈન્ટરનેશનલમાં તેમણે બે ખાડાવાળુ ફ્લશ ટોયલેટ ડેપલોપ કર્યું. તેમણે ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલયનો આવિષ્કાર કર્યો. તેને ઓછા ખર્ચમાં ઘરની આસપાસ મળતા સામાનથી બનાવી શકાય છે. ત્યારબાદ તેમણે દેશભરમાં શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. પાઠકને પોતાના કામ માટે ભારત સરકાર તરફથી પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news