Ambalal Patel Forecast: શું નવરાત્રિ અને દિવાળી સુધી લંબાશે ચોમાસું, જાણો અંબાલાલ પટેલની એક નવી નક્કોર આગાહી

Ambalal Patel Forecast: હાલ રાજ્યમાં પૂરતો વરસાદ થઇ ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભવના છે. 17થી 30ઑગસ્ટ દરમિયાન થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે.

Ambalal Patel Forecast: શું નવરાત્રિ અને દિવાળી સુધી લંબાશે ચોમાસું, જાણો અંબાલાલ પટેલની એક નવી નક્કોર આગાહી

Ambalal Patel Rain Forecast: ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નવરાત્રિને લઈને એક ભયાનક આગાહી કરી છે. રાજ્યમાં 17 થી 19 ઓગસ્ટ દરમિયાન હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. આવતીકાલથી દેશના ઉત્તરીય પૂર્વ ભાગોમાં હવામાનનો પલટો આવશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો માટે સારો રહેશે. 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના મતે 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બર બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલુ જ નહી, 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે. અને ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં વાવાઝોડું આવી શકે છે.

 અંબાલાલ પટેલે જણાવ્યું કે, 21 થી 24 ઓગસ્ટ દરમિયાન રાજયમાં વરસાદ થશે. 26 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે તેમજ 26થી 31 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મઘા નક્ષત્રમાં અગસ્ત્યનો ઉદય હોવાથી 17થી 30 ઓગસ્ટ દરમિયાનનો વરસાદ ખેડૂતો સારો રહેશે.

અંબાલાલ પટેલે કરી હતી આઆગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે. અંબાલાલ પટેલે અગાઉ જ આગાહી કરી નાંખી હતી કે, વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે. 

ઉલ્લેખનીય છે કે હાલ રાજ્યમાં પૂરતો વરસાદ થઇ ચૂક્યો છે અને આગામી દિવસોમાં છૂટાછવાયો વરસાદ થવાની સંભવના છે. 17થી 30ઑગસ્ટ દરમિયાન થનારો વરસાદ ખેડૂતો માટે મહત્વનો સાબિત થશે. આ વરસાદનું પાણી સારું રહેશે અને પહેલાના જમાનામાં મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરવામાં આવતું હતું. મઘા નક્ષત્રમાં થયેલ વરસાદથી ચણાનો પાક સારું થતું હોય છે.

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 80.69 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ સરેરાશ વરસાદ 136.06 ટકા, સૌરાષ્ટ્રમાં 109.72 ટકા, ઉત્તર ગુજરાતમાં 67.25 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.67 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 64.98 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news