શું અમદાવાદમાં કંઈક મોટું થવાનું હતું? ઉત્તરપ્રદેશથી હથિયારો લાવી આરોપીઓનો હતો આવો પ્લાન, પણ...

Ahmedabad News: ઉત્તરપ્રદેશથી હથિયારો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા બે શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જેમાં 9 હથિયારો અને કારતુસ કબ્જે કરી છે.

 શું અમદાવાદમાં કંઈક મોટું થવાનું હતું? ઉત્તરપ્રદેશથી હથિયારો લાવી આરોપીઓનો હતો આવો પ્લાન, પણ...

મૌલિક ધામેચા/ અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 9 હથિયાર સાથે 2 શખ્સોની ધરપકડ કરી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ફતેવાડી વિસ્તારમાંથી પકડાયેલા આરોપી રફીક અહેમદની પૂછપરછ દરમ્યાન ખુલાસો થયો કે યુપીથી આવતા આ હથિયારો અમદાવાદ અન્ય જિલ્લાઓમાં વેચવાના હતા પરંતુ તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યા હતા. 

ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓના નામ છે અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણ અને રફીક અહેમદ ઉર્ફે તીલ્લી શેખ, જેઓ અમદાવાદમાં રહીને ગેરકાયદેસર રીતે હથિયારો હેરાફેરી કરવાના હતા. છેલ્લા એકાદ વર્ષથી આ જ રીતે ઉત્તર પ્રદેશથી હથિયારોને લાવી અમદાવાદમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદાને પાર પાડવા જાય તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. 

પકડાયેલા બંને આરોપીઓ પાસેથી 9 જેટલા હથિયારો અને 19 કારતુસ અને 2 મેગેઝીન કબ્જે કર્યા છે. પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે ગત 11 ઓગસ્ટના રોજ આરોપી આરીફ ખાન પઠાણની ધરપકડ કરતા આંખોય મામલો સામે આવ્યો અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા વધુ હથિયારો મળી આવ્યા હતા.

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે અગાઉ પકડાયેલ આરોપી આરીફ ખાન પઠાણની પાસેથી માત્ર 1 પિસ્તોલ અને 6 કારતુસ પકડાયેલા હતા. જે હથિયાર રફીકઅહેમદ ઉર્ફે તીલ્લી શેખ નામના વ્યક્તિએ તેમને આપેલું હતું. જોકે ગેરકાયદેસર હથિયાર વેચવાના કારોબારને ક્રાઈમ બ્રાન્ચે ખુલ્લો પાડવા આરીફ ખાનની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા વધુ હથિયાર પકડવામાં સફળતા મળી હતી. 

પકડાયેલ આરોપી રફીકઅહેમદ ઉર્ફે તીલ્લી મૂળ દરિયાપુર વિસ્તારનો રહેવાસી છે જ્યારે અસલમખાન પઠાણ કાલુપુરનો રહેવાસી છે. જેમની પાસેથી 5 પિસ્તોલ અને 1 દેશી તમંચો સહિત 13 જેટલા કારતુસ પણ મળી આવ્યા હતા. જોકે પોલીસ પકડથી બચી શકવા માટે બંને શખ્સો હથિયાર વહેંચી લઇ પોતાની રીતે એકાદ લાખ રૂપિયામાં વેચવાના હોવાની માહિતી પોલીસના મળી હતી. 

No description available.

એટલું જ નહીં પકડાયેલ આરોપી રફીકઅહેમદ જ ઉર્ફે તીલ્લી ને પણ આ હથિયાર અસલમખાન પઠાણે જ આપ્યું હતું. જે પૈકીનું એક હથિયાર આરીફ ખાન પઠાણને રાખવા માટે અસલમખાને આપેલું અને આ હથિયાર ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા ઉત્તર પ્રદેશથી નવાબ પઠાણે પોતાના સાળા પાસેથી મંગાવ્યા હોવાનું સામે આવ્યું.  

મહત્વનું છે કે પકડાયેલ આરોપી રફીક એમજ ઉર્ફે દિલ્હી અને અસલમખાન પઠાણ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે પૈકી રફીક એમ જ 1999 માં હત્યાના ગુનામાં પકડાયેલ જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ લૂંટ અને ખૂનના ગુનામાં પણ અગાઉ પકડાઈ ચૂકેલો છે જ્યારે અસલમ ઉર્ફે નવા પઠાણ શાહપુર વિસ્તારમાં મારામારીના ગુનામાં પકડાયેલ આરોપી છે જોકે હવે ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી આવતા આ અત્યારના જથ્થા કેટલા સમયથી મંગાવવામાં આવતા હતા અને અગાઉ કોને કોને હથિયાર વેચવામાં આવે છે તે અંગે તપાસ શરૂ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news