LOCKDOWN: નોઈડામાં ભાડુઆતોને મોટી રાહત, મકાનમાલિકોને એક મહિનો ભાડું ન વસૂલવાનો આદેશ

દેશભરમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન છે. જેની અસર અર્થવ્યવસ્થા ઉપર પણ પડી રહી છે. લોકોની સામે રોજીરોટી અને કેશની મોટી સમસ્યા ઉભી થઈ છે. રોજ કમાઈને ખાનારા મજૂરો માટે તો આ લોકડાઉન ખુબ જ પીડા લઈને આવ્યું છે. 

LOCKDOWN: નોઈડામાં ભાડુઆતોને મોટી રાહત, મકાનમાલિકોને એક મહિનો ભાડું ન વસૂલવાનો આદેશ

નોઈડા: દેશભરમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન છે. જેની અસર અર્થવ્યવસ્થા ઉપર પણ પડી રહી છે. લોકોની સામે રોજીરોટી અને કેશની મોટી સમસ્યા ઉભી થઈ છે. રોજ કમાઈને ખાનારા મજૂરો માટે તો આ લોકડાઉન ખુબ જ પીડા લઈને આવ્યું છે. 

જો કે સરકાર અને પ્રશાસન તરફથી આવા લોકોને સહાયતા પૂરી પાડવા માટે કોશિશ થઈ રહી છે. ગૌતમબુદ્ધ નગરના જિલ્લાધિકારી બીએન સિંહે ભાડા પર રહેતા લોકોને રાહત આપવા માટે મકાન માલિકોને એક આદેશ બહાર પાડ્યો છે. જેમાં લખ્યું છે કે તેઓ એક મહિના સુધી પોતાના ભાડૂઆત પાસે ભાડું ન માંગે. 

જો કોઈ મકાનમાલિક પોતાના ભાડુઆત પાસે જબરદસ્તીથી પૈસા માંગ્યા તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરાશે. આવા મકાન માલિકોને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સાથે જ જિલ્લાધિકારી બીએન સિંહ જરૂરિયાતવાળાઓને ભોજન ઉપલબ્ધ કરાવીા માટે હેલ્પલાઈન નંબર પણ બહાર પાડ્યો છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે ગત દિવસોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના વાયરસના કેરથી પ્રભાવિત થયેલા મજૂરો માટે આર્થિક મદદની જાહેરાત પણ કરી. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે 15 લાખ મજૂરો અને 20.37 લાખ નિર્માણ શ્રમિકોને તેમની દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે યુપી સરકાર 1000 રૂપિયા પ્રત્યેક વ્યક્તિના હિસાબે આર્થિક મદદ આપશે. જેમાં રજિસ્ટર્ડ અને  બિનરજિસ્ટર્ડ બંને પ્રકારના મજૂરો સામેલ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news