ભાજપ કાર્યકર્તાઓ અફવા ફેલાવે તો તેને જુતા મારો: રાજભરનું વિવાદિત નિવેદન

ઓપી રાજભરે પાર્ટી સુભાસપા ઉત્તરપ્રદેશમાં ભાજપની સહયોગી પાર્ટી છે અને 2017 વિધાનસભા ચૂંટણીમાં ચાર સીટો જીતી હતી

ભાજપ કાર્યકર્તાઓ અફવા ફેલાવે તો તેને જુતા મારો: રાજભરનું વિવાદિત નિવેદન

લખનઉ : ભાજપના સહયોગી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP) ના અધ્યક્ષ ઓમ પ્રકાશ રાજભરે એકવાર ફરીથી વિવાદાસ્પદ નિવેદન આપતા પોતાનાં સમર્થકોને કહ્યું કે, જો ભાજપ કાર્યકર્તા ખોટી માહિતી ફેલાવે છે તો તેમને જુતા મારો. ભાજપે આ નિવેદનને અત્યંત દુર્ભાગ્યપુર્ણ અને વિવાદાસ્પદ ગણાવ્યું છે. રાજભરે ઘોસી લોકસભા વિસ્તારમાં એક બેઠક દરમિયાન ઉક્ત વાત કરી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. 

રાજભરે કહ્યું કે, હાલ તે ચર્ચા ઝડપથી ભાજપનાં લોકો ફેલાવી રહ્યા છે કે ગઠબંધન છે આપણું અને મહેન્દ્ર (ઘોસીના સુભાસપા ઉમેદવાર) નથી લડી રહ્યા. અહીં કેટલા લોકો છે તે જણાવે કે મહેન્દ્ર ચૂંટણી લડી રહ્યા છે કે નહી. જેટલા લોકોને ખબર છે, હાથ ઉઠાવો... જે વ્યક્તિ આ પ્રકારનું બોલતા મળી આવે  જુતુ કાઢો અને તેને 10 જુતા મારો. સુભાસપાએ લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશથી 39 ઉમેદવારો ઉતાર્યા છે. 

PM મોદીના કેદારનાથમાં પહેરેલા ખાસ પહેરવેશ પાછળ છે મોટુ કારણ, જાણો !
રાજભરનાં નિવેદન અંગે ભાજપ મીડિયા સંયોજક રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, આ ખુબ જ દુર્ભાગ્યપુર્ણ અને વિવાદાસ્પદ છે. અમે ચૂંટણી પંચ પાસે આશા વ્યક્ત કરીએ છીએ કે તેઓ તે અંગે સંજ્ઞાન લે અને કડક કાર્યવાહી કરે. સુભાસપાના ઝંડા કાલે મિર્ઝાપુરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન જોવા મળ્યા હતા. સુભાસપા ઉત્તરપ્રદેશમાં ભાજપની સહયોગી પાર્ટી છે અને 2017ના વિધાનસભા ચૂંટણીમાં તેણે ચાર સીટો જીતી હતી. રાજભર પ્રદેશ સરકારનાં કેબિનેટ મંત્રી છે. રાજભરના પુત્ર સુભાસપા મહાસચિવ અરૂણ રાજભરે સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભાજપની સાથે વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન હતું ન કે લોકસભા ચૂંટણી માટે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news