ફોન પર આવતા આ મેસેજને ભૂલમાં પણ ન વાંચતા, મહિલાના એકાઉન્ટમાંથી ઉડી ગયા 61 લાખ રૂપિયા

આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કેસ ખુબ વધી રહ્યાં છે. સ્કેમર્સ નવી-નવી રીતે લોકોને છેતરી રહ્યાં છે. લોકો પણ જાણતા કે અજાણતા તેનો ભોગ બની જાય છે. આવો એક કિસ્સો બેંગલુરૂમાં સામે આવ્યો છે. જ્યાં મહિલાના ખાતામાંથી 61 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા છે. 

ફોન પર આવતા આ મેસેજને ભૂલમાં પણ ન વાંચતા, મહિલાના એકાઉન્ટમાંથી ઉડી ગયા 61 લાખ રૂપિયા

બેંગલુરૂઃ સ્કેમર્સની નવી-નવી ચાલથી તમારે પણ ખુબ સતર્ક રહેવાની જરૂર છે. એક ભૂલ તમને મોટું નુકસાન કરાવી શકે છે. બેંગલુરૂમાં આવો એક મામલો સામે આવ્યો છે, જ્યાં મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી 61 લાખ રૂપિયા ગુમ કરી દેવામાં આવ્યા અને તે પણ રોકાણના નામ પર.

ફોન પર ઘણા મેસેજ આવે છે, પરંતુ આપણે તેને નજરઅંદાજ કરતા નથી. આજે અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે બેન્ક એકાઉન્ટને સુરક્ષિત કરી શકો છો. સાથે તમે છેતરપિંડીથી બચી શકો છો. હાલમાં એક નવો મામલો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાના એકાઉન્ટમાંથી 61 લાખ રૂપિયાની મોટી રકમ ગાયબ કરી દેવામાં આવી છે. 

શું છે ઘટના
બેંગલુરૂમાં રહેતી એક મહિલાને મોટી રકમની કમાણી કરવાનો મેસેજ આવ્યો હતો. લાલચમાં આવી મહિલાએ આ મેસેજને ઓપન કર્યો હતો અને નીચે આવેલી લિંકમાં સંપર્ક પણ કર્યો હતો. ત્યારબાદ મહિલાને 10 હજાર રૂપિયાનું રોકાણ કરી 20 લાખ રૂપિયા સુધીનું રિટર્ન આપવાની વાત કહેવામાં આવી. મહિલાએ જ્યારે પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો તો સ્કેમર્સે કહ્યું કે તમારો ક્રેડિટ સ્કોર લો છે તેથી તમે પૈસા ઉપાડી શકો નહીં. 

ત્યારબાદ મહિલાને ઘણીવાર લિંક મોકલવામાં આવી અને રૂપિયા રોકાણ કરવાનું કહેવામાં આવ્યું. જ્યારે મહિલાને આ સ્કેમ વિશે ખ્યાલ આવ્યો તો તેના એકાઉન્ટમાંથી આશરે 61 લાખ રૂપિયા ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ પીડિતાએ સાઇબર પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ આરોપી ઝડપાયો નથી. 

કઈ રીતે કરશો બચાવ
આવા સ્કેમથી બચવાની માત્ર એક રીત છે કે તમે આવા તમામ મેસેજનો નજરઅંદાજ કરો. ઘણીવાર યૂઝર્સને નોકરી આપવાની પણ લાલચ આપવામાં આવે છે. સ્કેમર્સ લોકોની લાલચનો ફાયદો ઉઠાવે છે. તેમાં વધુ પૈસા બનાવવા અને કમાવા વિશે સૌથી પહેલા લાલચ આપવામાં આવે છે. એટલે તમારા ફોન પર આવતા મેસેજમાં કોઈ લિંક કરવી નહીં. બાકી તમે તમારી મહેનતની કમાણી એક સેકેન્ડમાં ગુમાવી શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news