પેટ્રોલ 9.44 અને ડિઝલમાં 12 રૂપિયાનો વધારો: ભાવ વધવાનું આ છે કારણ
ભારતમાં પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને જઇ રહ્યા છે. સરકાર માટે પણ ભાવ કાબૂમાં લેવા એ ગંભીર સમસ્યા બની છે. મે મહિનામાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારા છતા ગત્ત થોડા દિવસોમાં ઇંધણની કિંમતોમાં ઘટાડો ચાલી રહ્યો છે. બીજી તરફ શુક્રવારે પેટ્રોલનાં રેટમાં 8થી9 પૈસાનો ઘટાડો થયો
Trending Photos
નવી દિલ્હી : મે મહિનામાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં વધારા બાદ ગત્ત થોડા દિવસોમાં તેલની કિંમતમાં ઘટાડો સતત ચાલી રહી છે.ત્યારે શુક્રવારે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં 8થી9 પૈસાનો ઘટાડો થયો. તેનાં કારણે પહેલા કંપનીઓ તરફથી 12 જૂને પેટ્રોલ અને ડિઝલના ભાવ ઘટાડી દેવામાં આવ્યા હતા. તેલ કંપનીઓની તરફથી પ્રતિદિન તેલની કિંમત નિશ્ચત કરવાની શરૂઆત 16 જુન,2017ના રોજ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાને એક વર્ષ પુર્ણ થઇ ચુક્યું છે. તેલ કંપનીઓ આિઓસીએલની તરફથી 15 જૂને સવારે 6 વાગ્યે પેટ્રોલની કિંમત 76.35 રૂપિયા નક્કી કરવામાં આવી.
ડીઝલનો રેટ યથાવત્ત
ડિઝલનાં રેટમાં શુક્રવારે કોઇ ઘટાડો નહોતો થયો. દિલ્હીમાં ડિઝલ 67.85 રૂપિયા, કોલકાતામાં 70.4 રૂપિયા, મુંબઇમાં 72.24 રૂપિયા અને ચેન્નાઇમાં 71.62 રૂપિયાનું એક લીટર મળી રહ્યું છે. રોજિંદુ પેટ્રોલ અને ડિઝલની કિંમતો નક્કી થવાની સમગ્ર પ્રક્રિયામાં એક વર્ષ પુરૂ થઇ ચુક્યું છે. એવામાં કદાચ તમને અંદાજ હોય કે આ એખ વર્ષમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કેટલો વધારો થયો છે અને આ વધારો કયા કારણે થયો છે.
75.8 ડોલર સુધી પહોંચ્યું ક્રુડ
16 જુન 2017નાં રોજ ચાલુ થયેલ રોજિંદિ કિંમતન નિર્ધારણની પ્રક્રિયા ચાલુ કર્યાનાં એખ વર્ષ દરમિયાન પેટ્રોલની કિંમતમાં દિલ્હીમાં 9.44 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં 9.50 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 5.74 રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નાઇમાં 9.31 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો. ડિઝલની કિંમતમાં આ વધારે 11.91, કોલકાતામાં 12.12 રૂપિયા, મુંબઇમાં 10.57 રૂપિયા અને ચેન્નાઇમાં 12.4 રૂપિયા પ્રતિ લિટર સુધી વધારો થયો છે. જુન 2017માં 46 ડોલર પ્રતિ બેરલના સ્તર પર ચાલી રહેલ ક્રૂડ ઓઇલનાં ભાવ હાલ 75.8 ડોલર સુધી પહોંચી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે