Corona ટેસ્ટ પર નવી એડવાઇઝરી, હવે દરેક હોસ્પિટલમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે
ડો. ભાર્ગવે કહ્યુ કે, દેશમાં પોઝિટિવિટી રેટ લગભગ 21 ટકાની નજીક છે. દેશના 310 જિલ્લા એવા છે. તેમાં પોઝિટિવિટી રેટ દેશના એવરેજ પોઝિટિવિટી રેટ કરતા વધુ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોનાને લઈને લોકો અનેક પ્રકારની ભૂલો કરી રહ્યાં છે. સરકારે તેને લઈ સ્થિતિ સ્પષ્ટ કરી છે. આઈસીએમઆરના ડીજી ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, એકવાર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ વારંવાર આરટી-પીસીઆર ટેસ્ટ ન કરાવવો જોઈએ. જો તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ છો તો એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટની જરૂર નથી. સાથે સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, દરેક હોસ્પિટલમાં રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે.
કોવિડ ટેસ્ટ ઓછા થવાની ફરિયાદો વચ્ચે આઈસીએમઆરે કહ્યું કે, હોમ બેસ્ડ ટેસ્ટિંગ સોલ્યૂશન પર કામ કરી રહ્યું છે. એટલે કે એવી રીત જેથી ઘર પર ટેસ્ટ થી જાય કે કોઈને કોરોના છે કે નહીં. ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે,. કોરોનાની બીજી લહેરમાં આપણે રેપિડ એન્ટીજન ટેસ્ટ પર ભાર આપ્યો છે, જેથી જલદી પરિણામ જાણી શકાય.
ડો. ભાર્ગવે કહ્યુ કે, દેશમાં આરટીપીસીઆર ટેસ્ટની કેપેસિટી દરરોજ 17 લાખની છે તો રેપિટ ટેસ્ટની કેપેસિટી 17 લાખ પ્રતિ દિવસ છે. તેમણે જણાવ્યું કે, એપ્રિલ અને મેમાં 16થી 20 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા. તેમાં આરટીપીસીઆર અને એન્ટીજન બન્ને ટેસ્ટ સામેલ છે. 30 એપ્રિલે 1945299 ટેસ્ટ કર્યા જે દુનિયામાં કોઈપણ દેશના મુકાબલે વધુ છે. કોઈપણ દેશે અત્યાર સુધી એક દિવસમાં આટલા ટેસ્ટ કર્યા નથી. 5 મેએ 1923131 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
દેશમાં આટલો છે પોઝિટિવિટી રેટ
ડો. ભાર્ગવે કહ્યુ કે, દેશમાં પોઝિટિવિટી રેટ લગભગ 21 ટકાની નજીક છે. દેશના 310 જિલ્લા એવા છે. તેમાં પોઝિટિવિટી રેટ દેશના એવરેજ પોઝિટિવિટી રેટ કરતા વધુ છે.
ડો. ભાર્ગવે કહ્યુ કે, કોરોનાની બીજી લહેરમાં અમે આરટીપીસીઆરને રેશનલાઇઝ કર્યા. સાથે જલદી પરિણામ માટે એન્ટીજન પર ભાર આપ્યો. આઈસોલેશન અને હોમ કેયર પર પણ ભાર આપ્યો.
તેમણે કહ્યું કે, જો આરટીપીસીઆર ટેસ્ટથી તે જાણકારી મળી ગઈ કે પોઝિટિવ છે તો અન્ય કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવા માટે પણ નેગેટિવ ચેક કરવા માટે ટેસ્ટની જરૂર નથી. કારણ છે કે આરટીપીસીઆર આરએનએ પાર્ટિકલને પકડે છે અને શરીરમાં લાઇવ વાયરસ ન હોય તો પણ ટેસ્ટ પોઝિટિવ દેખાડી શકે છે.
આ પણ વાંચોઃ Covid 19 India: ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યોમાં ઘટી રહ્યાં છે કેસઃ સ્વાસ્થ્ય મંત્રાલય
ક્યારે આરટીપીસીઆર ટેસ્ટની જરૂર નથી?
જો કોઈ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેને એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે આરટીપીસીઆર ટેસ્ટની જરૂર નથી. તેમણે કહ્યું કે, કોરોનાની પ્રથમ લહેરમાં આપણે 70 ટકા આરટીપીસીઆર અને 30 ટકા એન્ટીજન માટે કર્યું હતું. પરંતુ હવે એન્ટીજન પર વધુ ભાર છે.
ડો. ભાર્ગવે કહ્યુ કે, અમે કોરોનાની બીજી લહેરને એનલાઇઝ કરી. પ્રથમ અને બીજી લહેરનો ડેટા ઓગસ્ટથી ભેગો કરી રહ્યાં છીએ. જે લોકો હોસ્પિટલમાં દાખલ થયા, તેને એનાલાઇઝ કરવામાં આવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે