આખરે સરકારે જાહેર કરી ચેતવણી: દેશના 11 રાજ્યોમાં ઓમિક્રોને સેન્ચુરી મારી, કહ્યું- ડેલ્ટા વેરિયન્ટ કરતાં....
સરકારે જાણકારી આપી છે કે અત્યાર સુધી 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના 101 કેસ નોંધવામાં આવ્યા છે. તેની સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આપણે બિનજરૂરી બહાર ફરવાનું ટાળવું પડશે.
Trending Photos
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાંથી આવેલી અને આખી દુનિયાને ભરડામાં લેનાર કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો ભારતમાં વધતો જઈ રહ્યો છે. ઓમિક્રોનના કેસ ટ્રેસ કરવા માટે એકબાજુ સરકારે સિક્વન્સિંગમાં ઝડપ કરી છે, તો બીજી તરફ, લોકોને COVIDના નિયમોને કડક રીતે પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. આજે ઓમિક્રોન પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશના 11 રાજ્યોમાંથી ઓમિક્રોનના 100 થી વધુ કેસ નોંધાયા છે.
11 રાજ્યોમાં ઓમિક્રોનના 101 કેસ
સરકારે જાણકારી આપી છે કે અત્યાર સુધી 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના 101 કેસ નોંધવામાં આવ્યા છે. તેની સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આપણે બિનજરૂરી બહાર ફરવાનું ટાળવું પડશે. સામૂહિક મેળાવડા અને નવા વર્ષની ઉજવણી મોટા પાયે ન કરવી જોઈએ. જ્યારે, 5 ટકાથી વધુ કોવિડ ચેપ દર ધરાવતા જિલ્લાઓમાં ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી તે પાંચ ટકાથી ઓછો ન થાય ત્યાં સુધી નિવારક પગલાંની ખાતરી કરવાની જરૂર છે.
5 જિલ્લામાં કોરોના સંક્રમણ દર 10 ટકાથી વધુ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા પ્રમાણે 19 જિલ્લામાં સાપ્તાહિત કોવિડ સંક્રમણ દર પાંચથી 10 ટકાની વચ્ચે છે. જ્યારે, 5 જિલ્લામાં આ 10 ટકાથી વધુ છે. છેલ્લાં 20 દિવસથી કોવિડ સંક્રમણના દૈનિક કેસ 10,000થી ઓછા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે અન્ય દેશોમાં વધતા કેસને જોતા સતર્ક રહેવાની જરૂર છે.
ડેલ્ટા વેરિયન્ટથી ઝડપી ફેલાય છે ઓમિક્રોન
WHOના હવાલાથી સ્વાસ્થ્ય મંત્રાલયે આશંકા સેવી છે કે સંક્રમણના સામુદાયિક પ્રસાર (કમ્યુનિટી ટ્રાન્સમિશન)ની સાથે જ ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવવાનો સમય ડેલ્ટા વેરિયન્ટથી ઝડપી હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે