ઓમર અને ફારૂક અબ્દુલા ઘરમાં નજરકેદ, મહબૂબા મુફ્તીને પુલવામા જવાની પરવાનગી નહી
ઓમર અબ્દુલા (Omar Abdullah) એ ટ્વીટમં કહ્યું કે 'ઓગસ્ટ 2019 બાદ આ નવું જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) છે. અમે કોઇપણ સ્પષ્ટીકરણના પોતાના ઘરમાં બંધ થઇ જઇએ છીએ.
Trending Photos
નવી દિલ્હી: પુલવામા હુમલા (Pulwama Terror Attack) ની બીજી વરસી પર જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir) ના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલા અને તેમના પુત્ર ઓમેર અબ્દુલા (Omar Abdullah) ને શ્રીનગરમાં તેમના ઘરમાં બંધ કરી દેવામાં આવ્યા છે. ઓમર અબ્દુલાએ ટ્વીટ કરીને આ દાવો કર્યો છે.
આ નવું જમ્મૂ કાશ્મીર છે- ઓમર અબ્દુલા
ઓમર અબ્દુલા (Omar Abdullah) એ ટ્વીટમં કહ્યું કે 'ઓગસ્ટ 2019 બાદ આ નવું જમ્મૂ કાશ્મીર (Jammu Kashmir) છે. અમે કોઇપણ સ્પષ્ટીકરણના પોતાના ઘરમાં બંધ થઇ જઇએ છીએ. આ ખૂબ ખરાબ છે કે તેમણે મારા પિતા જોકે સાંસદ છે અને મને અમારા ઘરમાં બંધ કરી દીધા છે. તેમણે મારી બહેન અને તેમના બાળકોને પણ બંધ કરી દીધા છે.'
This is the “naya/new J&K” after Aug 2019. We get locked up in our homes with no explanation. It’s bad enough they’ve locked my father (a sitting MP) & me in our home, they’ve locked my sister & her kids in their home as well. pic.twitter.com/89vOgjD5WM
— Omar Abdullah (@OmarAbdullah) February 14, 2021
'તમને આશ્વર્ય થશે કે હું હજુ સુધી નારાજ છું'
ઓમર અબ્દુલા (Omar Abdullah) એ બીજી ટ્વીટમાં ટોણો મારતાં કહ્યું કે 'ચલો તમારા લોકતંત્રના નવા મોડલનો અર્થ છે કે અમે અમારા ઘરમાં કોઇપણ સ્પષ્ટીકરણ વિના કેદ કરવામાં આવે છે. પરંતુ તે કર્મચારી જે ઘરમાં કામ કરે છે, અંદર આવવાની અનુમતિ આપવામાં આવતી નથી. તેમછતાં ત્યારબાદ તમે આશ્વર્યચકિત છે કે હું હજુ પણ નારાજ છું.
This is the “naya/new J&K” after Aug 2019. We get locked up in our homes with no explanation. It’s bad enough they’ve locked my father (a sitting MP) & me in our home, they’ve locked my sister & her kids in their home as well. pic.twitter.com/89vOgjD5WM
— Omar Abdullah (@OmarAbdullah) February 14, 2021
આજે ગુલમર્ગ પ્રવાસ પર જઇ રહ્યા હતા ઓમર-ફારૂક
સૂત્રોના અનુસાર ફારૂક અબ્દુલા ગાંદરબલ અને ઓમર અબ્દુલા (Omar Abdullah) આજે ગુલમર્ગ જઇ રહ્યા હતા. પરંતુ પુલવામા હુમલાની બીજી વરસી પર આતંકવાદી ખતરાને જોતાં પોલીસે તેમને બહાર નિકળતાં અટકાવ્યા. આતંકવાદી ખતરાને જોતાં પોલીસે ઉમર અબ્દુલ્લાની ઘરની સામે એક મોબાઇલ સિક્યોરિટી વ્હીકલ ઉભું રાખ્યું છે. ઉપર અબ્દુલાને જમ્મૂ કાશ્મીરથી કલમ 370 દૂર કરતાં 5 ઓગસ્ટ 2019ના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા ત્યારબાદ તેઅમ્ને આ વર્ષે 24 માર્ચના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા.
https://t.co/3Vtj1sPcvi Today is 2nd Anniversary of dreaded Lethpora Terror incident. There shall be NO ROP on ground. Due to adverse inputs, movement of VIPs/ProtectedPersons has been discouraged
and all concerned were informed in advance NOT to plan a tour today. @OmarAbdullah
— SRINAGAR POLICE (@PoliceSgr) February 14, 2021
મહબૂબાએ પણ લગાવ્યો હતો નજરબંધીનો આરોપ
આ પહેલાં શનિવારે પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી (Mehbooba Mufti) ને પણ કથિત મુઠભેડમાં ત્રણ આતંકવાદીમાંથી એક અતહર મુશ્તાકના પરિજનોને મળવા માટે પુલવામા જવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મહબૂબાએ એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે હંમેશાની માફક તેમને ઘરમાંથી બહાર નિકળવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે