ઓમર અબ્દુલ્લાનું વિવાદિત નિવેદનઃ "જમ્મુ-કાશ્મીરમાં આપણો અલગ PM હશે"

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ચૂંટણી પહેલા આવું નિવેદન આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે 
 

ઓમર અબ્દુલ્લાનું વિવાદિત નિવેદનઃ "જમ્મુ-કાશ્મીરમાં આપણો અલગ PM હશે"

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ ચૂંટણી પહેલા વિવાદિત નિવેદન આપ્યું છે. કાશ્મીરના બાંદીપોરામાં એક જનસભામાં અબ્દુલ્લાએ જણાવ્યું કે, 'આજે આપણી ઉપર જાત-જાતના હુમલા થઈ રહ્યા છે અને નવા-નવા કાવતરા ઘડવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની ઓળખ મીટાવી દેવા માટે મોટી શક્તીઓ કામે લાગેલી છે.'

અબ્દુલ્લાએ જણાવ્યું કે, 'દેશના અન્ય રજવાડાઓ કોઈ પણ શરત વગર દેશમાં ભળી ગયા હતા. આપણે કહ્યું હતું કે, અમારી પોતાની અલગ ઓળખ હશે, અમારું પોતાનું બંધારણ હશે. એ સમયે આપણા પોતાના 'રાષ્ટ્રપતિ' અને 'વડાપ્રધાન' પણ રાખ્યા હતા. ઈન્શાઅલ્લાહ, તેને પણ આપણે પાછા લાવીશું.'

અબ્દુલ્લાએ ભાજપના અધ્યક્ષનું નામ લઈને જણાવ્યું કે, 'ગઈકાલની વાત છે કે જ્યારે અમિત શાહે કોઈ ટીવી ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, 2020 સુધી અમે જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 35-એ દૂર કરવાનું કામ કરીશું. આ અગાઉ દેશના નાણા મંત્રી અરૂણ જેટલી સાહેબે પણ આપણને ધમકી આપી કે 35-એ અને ધારા 370 દૂર કરવામાં આવશે.'

— ANI (@ANI) April 1, 2019

ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ કાશ્મીરના વિશોષ દરજ્જો અને તેની ઓળખ પર ગંભીર જોખમ પેદા થયું છે. આ કોઈ નવું જોખમ નથી. ખાસ કરીને 2015થી છે, જ્યારે ભાજપે રાજ્યમાં ગઠબંધન સરકાર બનાવી હતી. એ ખોટો માહોલ બનાવાઈ રહ્યો છે કે, આ બંને અનુચ્છેદ માત્ર કાશ્મીરના મુસલમાનોને ફાયદો પહોંચાડી રહ્યા છે. હકીકત એ છે કે, રાજ્યને મળેલા વિશેષ દરજ્જાથી માત્ર કાશ્મીર ઘાટી જ નહીં, પરંતુ જમ્મુ અને લદાખના ક્ષેત્રોને પણ સંરક્ષણ મળેલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news