નૂપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની પાસે મળ્યો 11 ઇંચનો ચાકુ, રાજસ્થાન સરહદ પર ધરપકડ

Rajasthan News : BSF તરફથી પાકિસ્તાની ઘુષણખોરની ધરપકડના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નૂપુર શર્માની હત્યા કરવાને લઈને તેનું કનેક્શન સામે આવ્યું છે. 
 

નૂપુર શર્માની હત્યા કરવા આવેલા પાકિસ્તાની પાસે મળ્યો 11 ઇંચનો ચાકુ, રાજસ્થાન સરહદ પર ધરપકડ

જયપુરઃ પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ જ્યાં ભાજપની પૂર્વ નેતા નૂપુર શર્મા કોર્ટનો દરવાજો ખખડાવી રહી છે. આ વચ્ચે રાજસ્થાનમાં તેની સાથે જોડાયેલો ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં સ્થિત હિન્દુમલકોટ પર પાછલા દિવસોમાં બીએસએફે જે પાકિસ્તાન ઘુષણખોરની ધરપકડ કરી હતી, તેને ષડયંત્ર હેઠળ ભારત મોકલવામાં આવ્યો હતો. બીએસએફની પૂછપરછમાં તેને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. 

ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર આરોપી ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને મારવાની ફિરાકમાં હતો. તેની પાસે ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી છે. ગુપ્તચર એજન્સી ઈન્ટલિજન્સ બ્યૂરો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ અને મિલિટ્રી એજન્સીની સંયુક્ત ટીમ તેની પૂછપરછ કરી રહી છે. 

યુવકની પાસે મળ્યો 11 ઇંચનો ધારદાર ચાકુ
સૂત્રોએ જણાવ્યું કે 16 જુલાઈની રાત્રે આશરે 11 કલાકે શ્રીગંગાનગર જિલ્લાથી લાગેલા હિન્દુમલકોટ બોર્ડર ફેન્સિંગ પર શંકાસ્પદ વ્યક્તિ ફરી રહ્યો હતો. પેટ્રોલિંગ ટીમને શંકા થઈ તો તેની પૂછપરછ કરી હતી. તે યોગ્ય રીતે જવાબ આપી શક્યો નહીં. સર્ચ કરવા દરમિયાન તેની પાસે 11 ઈંચનો ધારદાર ચાકુ, ધાર્મિક પુસ્તકો, મેપ, કપડા અને ભોજનનો સામાન મળ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news