વીર નર્મદ યુનિ.ની સેનેટ ચૂંટણી પર દિલ્હીથી નજર, કેજરીવાલની સુરત આવવાની સંભાવના

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા હોવાથી ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીએમ કેજરીવાલ પણ કાર્યકરોનો જુસ્સો વધારવા આ પહેલાં કહી ચૂક્યા છે કે તેઓ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવશે

વીર નર્મદ યુનિ.ની સેનેટ ચૂંટણી પર દિલ્હીથી નજર, કેજરીવાલની સુરત આવવાની સંભાવના

ચેતન પટેલ, સુરત: દેશની રાજધાની દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તારીખ 21મી  જુલાઈ, ગુરુવારે અરવિંદ કેજરીવાલ ફરીથી ગુજરાતના પ્રવાસે આવશે. દક્ષિણ ગુજરાતની સેનેટ ચૂંટણી પર દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખુદ નજર રાખશે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી તારીખ 14મી ઓગસ્ટે યોજાવાની છે. 

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા હોવાથી ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીએમ કેજરીવાલ પણ કાર્યકરોનો જુસ્સો વધારવા આ પહેલાં કહી ચૂક્યા છે કે તેઓ દર અઠવાડિયે ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારી પણ આમ આદમી પાર્ટી જોરશોરથી કરી રહી છે.

સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી માટે 14 ઓગષ્ટે ચૂંટણી યોજાશે આ માટે 6 ઓગષ્ટ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. સેનેટની 32 બેઠક માટે 1 લાખ 50 હજારથી વધુ મતદાતાઓ મતદાન કરશે. જોકે, આમ આદમી પાર્ટી 19 જુલાઈએ નામોની જાહેરાત કરી શકે છે. ત્યારે અરવિંદ કેજરીવાલ 21 જુલાઈએ સુરત આવી શકે છે.

જોકે, ભાજપે હજુ સુધી ઉમેદવારના નામ જાહેર કર્યા નથી. આગામી બે દિવસમાં બેઠક યોજી ચર્ચા કર્યા બાદ ઉમેદવારના નામ જાહેર કરી શકે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પણ હાલ ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી નથી. આ માટે તેમને દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે પૂર્વ સિન્ડિકેટ સભ્ય હોશંગ મિર્ઝા, શહેર પ્રમુખ નૈષદ દેસાઈ અને કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સહિત 12 લોકોને જવાબદારી સોંપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news