અરુણાચલ પ્રદેશમાં મોટો ઉગ્રવાદી હુમલો, ધારાસભ્ય સહિત 11 લોકોની હત્યા
અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ મંગળવારે એક મોટા હુમલાને અંજામ આપ્યો છે. મળતી માહિતી મુજબ તિરપ જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં એનપીપીના એક ધારાસભ્ય સહિત 11 લોકોના મોત થયા છે.
Trending Photos
ઈટાનગર: અરુણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ મંગળવારે એક મોટા હુમલાને અંજામ આપ્યો છે. મળતી માહિતી મુજબ તિરપ જિલ્લામાં થયેલા ઉગ્રવાદી હુમલામાં એનપીપીના એક ધારાસભ્ય સહિત 11 લોકોના મોત થયા છે. આ હુમલામાં ધારાસભ્યના બે પીએસો (સુરક્ષા અધિકારી) પણ માર્યા ગયા છે. અત્રે જણાવવાનું કે ખોંસા પશ્ચિમ વિધાનસભા સીટથી તિરંગ અબોહ એનપીપીની ટિકિટ પર વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવાર બનીને ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતાં. ટોચના અધિકારીનું કહેવું છે કે આ હુમલાને નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ (NSCN)ના આતંકીઓએ અંજામ આપ્યો હોવાની આશંકા છે.
હકીકતમાં ધારાસભ્ય તિરંગ અબોહ આસામથી પોતાના વિધાનસભા ક્ષેત્રમાં પાછા ફરી રહ્યાં હતાં. આ દરમિયાન તેમની સાથે બે પીએસઓ અને અન્ય ચાર લોકો પણ હતાં. કહેવાય છે કે સવારે લગભગ 11.30 વાગે બોગપાની પાસે જેવો તેમનો કાફલો પહોંચ્યો કે ઉગ્રવાદીઓએ તેમના કાફલા પર તાબડતોબ ફાયરિંગ શરૂ કરી દીધુ.
જુઓ LIVE TV
આ ઘટના પર મેઘાલયના સીએમ કોનાર્ડ સંગમાએ ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે એનપીપી આ ઘટનાથી ખુબ જ સ્તબ્ધ છે અને હુમલામાં ધારાસભ્ય તિરંગ અબોહ અને તેમના પરિવારના મોતના અહેવાલથી અમને ખુબ દુ:ખ થયું છે. અમે આ હુમલાની કડક ટીકા કરીએ છીએ. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન કાર્યાલયથી પણ આ હુમલા પાછળ જવાબદાર લોકો પર કડક કાર્યવાહીની માગણી કરાઈ છે.
આ બાજુ કેન્દ્રીય ગૃ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, "હું અરુણાચલના ધારાસભ્ય તિરંગ અહોબના પરિવાર સહિત 11 લોકોની નિર્મમ હત્યાથી હેરાન છું અને ખુબ દુ:ખી છું. હુમલો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે