EXCLUSIVE: કોંગ્રેસના રોડ શો પર CM યોગીએ કહ્યું- 'પ્રિયંકા ગાંધીની રેલીઓથી કોઈ ફરક પડવાનો નથી'
પશ્ચિમ બંગાળમાં રેલી બાદ લખનઉ પાછા ફરેલા આક્રમક પ્રચારક અને સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિવાદ પેદા કરવા માટે ટીએમસીએ આ બધુ ષડયંત્ર રચ્યું. તેમણે લખનઉમાં 11 ફેબ્રુઆરીએ થનારા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પ્રિયંકાની રેલીથી કોઈ ફરક પડવાનો નથી.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 માટે મહત્વનું બની ગયેલા પશ્ચિમ બંગાળમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ પણ મેદાનમાં છે. મંગળવારે પશ્ચિમ બંગાળમાં રેલી બાદ લખનઉ પાછા ફરેલા આક્રમક પ્રચારક અને સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે વિવાદ પેદા કરવા માટે ટીએમસીએ આ બધુ ષડયંત્ર રચ્યું. તેમણે લખનઉમાં 11 ફેબ્રુઆરીએ થનારા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના રોડ શો ઉપર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે પ્રિયંકાની રેલીથી કોઈ ફરક પડવાનો નથી.
ઝી ન્યૂઝ સાથે ખાસ વાતચીતમાં તેમણે મમતા બેનરજી પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે આ લોકોના આચાર વિચાર કેટલા અલગ છે, જે તેમની ગતિવિધિ દર્શાવે છે. 3 અને 5 ફેબ્રુઆરીએ તેમના કાર્યક્રમને મંજૂરી આપી નહીં. તેમણે કહ્યું કે ટીએમસીએ હેલીપેડ પાસે કાર્યક્રમ આયોજિત કરીને કાવતરું રચી વિવાદ પેદા કરવાની કોશિશ કરી. સીએમ યોગીએ કહ્યું કે અમે એવું નહીં કરીએ. મમતા બેનરજી જો ઉત્તર પ્રદેશ આવશે તો તેમનું સ્વાગત છે. તેમણે કહ્યું કે અમે બધાને કુંભમાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
સીએમ યોગીએ કહ્યું કે બંગાળમાં અરાજકતા ચરમસીમાએ છે. શાસનની યોજનાઓમાં લૂટ છે, કારણ કે કેન્દ્રની યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવતી નથી. સીએમએ કહ્યું કે જે બંગાળે આઝાદનો જુસ્સો લોકોમાં ભર્યો, જ્યાં રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, શ્યામા પ્રસાદ મુખર્જી થયા ત્યાં આજે ટીએમસીએ અલોકતાંત્રિક અને બર્બર કૃત્યોથી બંગાળની ધરતીને લોહીલૂહાણ કરી. તેમણે આરોપ લગાવ્યો કે બંગાળમાં 100થી વધુ કાર્યકર્તાઓની હત્યા થઈ.
મમતા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે 2014માં કેન્દ્ર અને ત્યારબાદ 2017માં ભાજપે યુપીમાં જીત મેળવી અને હવે 2019માં થનારી લોકસભા ચૂંટણીમાં પણ અમે જ જીતીશું. તેમણે કહ્યું કે બંગાળમાં ટીએમસીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. મહાગઠબંધન પર નિશાન સાધતા તેમણે કહ્યું કે બંધારણને ન માનનારા એક થઈ રહ્યાં છે. એકજૂથ થનારા તમામ ભ્રષ્ટાચારી છે. મોદી સરકારના વખાણ કરતા તેમણે કહ્યું કે છેલ્લા સાડા ચાર વર્ષમાં દેશ, પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને તેમની જરૂરિયાત પૂરી કરી રહ્યો છે. પીએમ મોદીને ખેડૂતોને ગ્રાન્ટ, આયુષ્યમાન ભારત યોજના, મજૂરોને પેન્શન આપતા રોકવા માટે આ બધા એક થઈ રહ્યાં છે.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના આગામી યુપી પ્રવાસ અને થનારી રેલીઓ અને રોડ શો પર યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રિયંકા કોંગ્રેસના નેતા છે અને તેમને પોતાનો કાર્યક્રમ કરવાનો અધિકાર છે. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે આવા કાર્યક્રમથી કઈ થવાનું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે