ઘરનું ભાડું ન આપવું ગુનો છે નહી? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મહત્વપૂર્ણ ચૂકાદો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત તરફથી ભાડું ન આપવાનો સિવિલ વિવાદનો મામલો છે આ કોઇ ફોજદારી કેસ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભાડુઆત ભાડુ ન આપતો તો તેના માટે આઇપીસી કલમ હેઠળ થઇ શકે નહી. કોર્ટે તાજેતરમાં જ સંભળાવેલા પોતાના આ ચૂકાદામાં ભાડુઆત વિરૂદ્ધ કેસ દાખલ કેસને નકારી કાઢતાં આ ટિપ્પણી કરી હતી. 

ઘરનું ભાડું ન આપવું ગુનો છે નહી? સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો મહત્વપૂર્ણ ચૂકાદો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત તરફથી ભાડું ન આપવાનો સિવિલ વિવાદનો મામલો છે આ કોઇ ફોજદારી કેસ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ભાડુઆત ભાડુ ન આપતો તો તેના માટે આઇપીસી કલમ હેઠળ થઇ શકે નહી. કોર્ટે તાજેતરમાં જ સંભળાવેલા પોતાના આ ચૂકાદામાં ભાડુઆત વિરૂદ્ધ કેસ દાખલ કેસને નકારી કાઢતાં આ ટિપ્પણી કરી હતી. 

હાઇકોર્ટે આપી ન હતી રાહત
સુપ્રીમ કોર્ટમાં નીતૂ સિંહ વર્સીસ સ્ટેટ ઓફ યૂપીનો કેસ આવ્યો હતો. ભાડુઆત વિરૂદ્ધ આઇપીસી કલમ 403 (બેનામી સંપત્તિનો ઉપયોગ કરવો) તથા 415 (દગો આપવો) ની કલમોમાં કેસ દાખલ થયો હતો. તો બીજી તરફ અલ્હાબાદ હાઇકોર્ટે અરજીકર્તાની અરજી પર રાહત આપવાનું મન બનાવી લીધું અને દાખલ કેસ નકારી કાઢવાની મનાઇ કરી દીધી હતી. ત્યારબાદ આ કેસ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો. 
FIR COPY

'કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે પરંતુ આઈપીસી હેઠળ કેસ નોંધી શકાય નહીં'
સુપ્રીમ કોર્ટે એફઆઈઆરને ફગાવી દીધી અને કહ્યું કે ભાડું ન ચૂકવવું એ સિવિલ વિવાદ છે. તે ફોજદારી કેસ બનતો નથી. મકાનમાલિકે આઈપીસીની કલમો હેઠળ ભાડુઆત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદીએ કહ્યું કે ભાડું ન ચૂકવવું એ સિવિલ ચેરલનો વિવાદ છે.

ત્યારબાદ આઇપીસી હેઠળ કેસ બનતો નથી તો આ સ્થિતિમાં પહેલાંથી દાખલ કરવામાં આવેલી એફઆઇઆર રદ કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભાડુઆત વિરૂદ્ધ પેડીંગ ભાડાનું એરિયસ અને મકાન ખાલી કરવા સંબંધી વિવાદનું નિવાદરણ સિવિલ કાર્યવાહી હેઠળ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news