કોરોનાકાળમાં મોદી સરકારના આ મંત્રાલયે તોડ્યો રેકોર્ડ, કર્યું આ મોટું કામ
કોરોનાકાળમાં જ્યારે બધુ ઠપ્પ થઈ ગયું, ત્યારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય યુદ્ધસ્તરે રસ્તાના નિર્માણના કામમાં વ્યસ્ત રહ્યું. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે મંત્રાલયે રસ્તાઓના નિર્માણનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોનાકાળ (Corona Crisis) માં જ્યારે બધુ ઠપ્પ થઈ ગયું, ત્યારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય યુદ્ધસ્તરે રસ્તાના નિર્માણના કામમાં વ્યસ્ત રહ્યું. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે મંત્રાલયે રસ્તાઓના નિર્માણનો નવો રેકોર્ડ બનાવ્યો છે. નીતિન ગડકરી (Nitin Gadkari) ના મંત્રાલયે કોરોનાકાળમાં જ્યાં લક્ષ્ય કરતા બમણા રસ્તા બનાવ્યાં છે ત્યાં હાઈવે નિર્માણ કાર્ય પૂર્ણ કરવાના મામલે પણ મંત્રાલયે ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
વાત જાણે એમ છે કે રોડ ટ્રાન્સોપર્ટ અને હાઈવે મંત્રાલયે આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન કુલ 2771 કિલોમીટર રાજમાર્ગ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. કોરોનાકાળની વિપરિત પરિસ્થિતિઓ હોવા છતાં લક્ષ્યથી ચારસો કિમી વધુ 3181 કિમી હાઈવેનું નિર્માણ થયું.
જેમાં રાજ્ય લોક નિર્માણ વિભાગે 2104 કિલોમીટર, એનએચએઆઈએ 879 કિમી અને એનએચઆઈડીસીએલએ 198 કિમી રાજમાર્ગનું નિર્માણ કર્યું.
ખાસ વાત એ છે કે ઓગસ્ટ 2019 સુધી જ્યાં 1367 કિમી નેશનલ હાઈવે નિર્માણ બન્યો હતો, ત્યાં આ વખતે ઓગસ્ટ 2020 સુધીમાં બમણાથી વધુ 3300 કિમી લંબાઈનો રાષ્ટ્રીય રાજમાર્ગ પણ તૈયાર થયો.
મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે કોરોના મહામારી હોવા છતાં એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે કુલ 31 હજાર કરોડની ધનરાશિથી 744 કિમી હાઈવે નિર્માણનું કામ સોંપવામાં આવ્યું. જે છેલ્લા ત્રણ વર્ષોમાં સૌથી વધુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે