ચૂંટણી પહેલા જ UPમાં મહાગઠબંધનને મોટો ફટકો, 'આ' પાર્ટીએ ભાજપ સાથે મિલાવ્યાં હાથ 

લોકસભા ચૂંટણી 2019 માટે સપા-બસપા અને આરએલડીના ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. સમાજવાદી પાર્ટી સાથે સંબંધ તોડનારી અને પેટાચૂંટણીમાં ગોરખપુર સીટ પર કબ્જો જમાવનારી નિષાદ પાર્ટીનો ભાજપમાં વિલય થઈ ગયો છે.

ચૂંટણી પહેલા જ UPમાં મહાગઠબંધનને મોટો ફટકો, 'આ' પાર્ટીએ ભાજપ સાથે મિલાવ્યાં હાથ 

નવી દિલ્હી/લખનઉ: લોકસભા ચૂંટણી 2019 માટે સપા-બસપા અને આરએલડીના ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે. સમાજવાદી પાર્ટી સાથે સંબંધ તોડનારી અને પેટાચૂંટણીમાં ગોરખપુર સીટ પર કબ્જો જમાવનારી નિષાદ પાર્ટીનો ભાજપમાં વિલય થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રવિણ નિષાદને ભાજપ ગોરખપુર બેઠકથી લોકસભા ચૂંટણીમાં ઉતારી શકે છે. નિષાદ પાર્ટીના સંસ્થાપક સંજય નિષાદના પુત્ર પ્રવિણ નિષાદે જે પી નડ્ડાની હાજરીમાં ભાજપની પ્રાથમિક સદસ્યતા લીધી. અત્રે જણાવવાનું કે ગત વર્ષે થયેલી પેટાચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથના ગઢમાં સપા બસપા નિષાદ પાર્ટીએ ગઠબંધન કરીને ભાજપને હરાવ્યો હતો. આ સીટ પર સીએમ યોગી લાંબા સમયથી ચૂંટાઈ આવતા હતાં. 

પ્રવિણ નિષાદે દિલ્હી ખાતેના ભાજપના હેડક્વાર્ટરમાં પાર્ટીની સદસ્યતા લીધી. આ દરમિયાન ભાજપના નેતા જે પી નડ્ડાએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું. આ દરમિયાન નેતા જે પી નડ્ડાએ કહ્યું કે નિષાદ પાર્ટીનો પૂર્વના અનેક ક્ષેત્રોમાં પ્રભાવ છે. તેમણે કહ્યું કે નિષાદ પાર્ટીએ પીએમ મોદીની નીતિઓથી પ્રભાવિત થઈને ભાજપ સાથે ગઠબંધન કર્યું છે. આગામી લોકસભા ચૂંટણીમાં નિષાદ પાર્ટીના ભાજપમાં સામેલ થવાથી ઉત્તર પ્રદેશમાં એક તરફી સુનામી ભાજપ અને પીએમ મોદીની છે. તેમણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે ભાજપ જંગી બહુમતીથી જીતશે. 

અત્રે જણાવવાનું કે સમાજવાદી પાર્ટીને સમર્થન આપનારી નિષાદ પાર્ટી હવે ગઠબંધનથી અલગ થઈને નિષાદ પાર્ટીના નેતાઓએ લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. નિષાદ પાર્ટીના અધ્યક્ષ સંજય નિષાદ લખનઉમાં ભાજપની ઓફિસે પહોંચ્યા હતાં. આ મુલાકાત બાદથી જ એવી અટકળો હતી કે હવે નિષાદ પાર્ટી ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news