રસ્તા પર મજૂરઃ સોનિયા અને રાહુલ ગાંધી પર નાણામંત્રીએ કર્યો હુમલો- રાજનીતિ નહીં જવાબદારી સમજો

નિર્મલાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ શાસિત અને જે રાજ્યોમાં તેના સહયોગીઓની સરકાર છે ત્યાં રાજનીતિ થઈ રહી છે અને ટ્રેનો માટે કહેવામાં આવી રહ્યું નથી. 

રસ્તા પર મજૂરઃ સોનિયા અને રાહુલ ગાંધી પર નાણામંત્રીએ કર્યો હુમલો- રાજનીતિ નહીં જવાબદારી સમજો

નવી દિલ્હીઃ પ્રવાસી મજૂરોના મુદ્દા પર આપણે મળીને કામ કરવું પડશે અને હું સોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ કરુ છું કે આ મુદ્દા પર રાજનીતિ ન કરે. નાણામંત્રી નિર્મલા સીતારમને રાહત પેકેજની જાહેરાત કરતા ચાલીને ઘરે જઈ રહેલા પ્રવાસી મજૂરોના મુદ્દા પર વિપક્ષ પર હુમલો કર્યો છે. તેમણે રાહુલ ગાંધીની તે તસવીર પર પણ સવાલ ઉઠાવ્યા જેમાં તેઓ રસ્તા પર બેસીને પ્રવાસી મજૂરો સાથે વાત કરી રહ્યાં છે. નિર્મલાએ કહ્યું કે, રાહુલે આમ કરીને મજૂરોનો સમય ખરાબ કર્યો છે. 

સોનિયા ગાંધીને હાથ જોડીને અપીલ, જવાબદારી સમજેઃ નિર્મલા
નાણામંત્રી નિર્મલા સીતારમને કહ્યું, વિપક્ષી પાર્ટીએને કહેવા ઈચ્છું છું કે પ્રવાસી મજૂરોના મુદ્દા પર આપણે સાથે મળીને કામ કરવું પડશે. તમામ રાજ્ય સરકારોની સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. હાથ જોડીને સોનિયા ગાંધીને કહુ છું કે અમારી સાથે વાત કરે અને પ્રવાસી મજૂરો પ્રત્યે પોતાની જવાબદારી સમજે. 

નિર્મલા સીતારમનને પ્રવાસી મજૂરો સાથે જોડાયેલો એક સવાલ પૂછવામાં આવ્યો કે પીડીએસ અને મનરેગા હેઠળ જે જાહેરાત થઈ છે તેનો ફાયદો પ્રવાસી મજૂરોન મજૂરો પોતાના ઘરે પહોંચીને ઉઠાવી શકશે. પરંતુ મોટા ભાગના લોકો હજુ રસ્તામાં છે. તેના પર નાણામંત્રી આક્રમક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે મજૂરોને અપીલ કરી હતી કે તે લોકો ત્યાં રહે જ્યાં પર છે. સરકાર તેના ભોજન માટે દરેક પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું પરંતુ જ્યારે મજબૂર લોકો ઘરે જવા ઈચ્છતા હતા તો કેન્દ્ર અને રેલવેએ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી. રેલવેએ સ્પષ્ટ કહ્યું કે, ટ્રેન તૈયાર છે જે રાજ્ય જેટલી ટ્રેન માગશે તેટલી આપવામાં આવશે. 

આત્મનિર્ભર રાહત પેકેજ પર નાણામંત્રીની છેલ્લી PC, જાણો કોને શું મળ્યું

નિર્મલાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ શાસિત અને જે રાજ્યોમાં તેના સહયોગીઓની સરકાર છે ત્યાં રાજનીતિ થઈ રહી છે અને ટ્રેનો માટે કહેવામાં આવી રહ્યું નથી. નિર્મલાએ કહ્યું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યોને નિર્દેશ આપવો જોઈએ કે તે ટ્રેન મગાવે. 

રાહુલ ગાંધીની મજૂરોની સાથે બેસીને વાત કરવાની તસવીર પર નાણામંત્રીએ કટાક્ષ કર્યો છે. જાહેરાત કર્યાં બાદ પત્રકાર પરિષદમાં નાણામંત્રીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી રાહત પેકેજ પીસીને ડ્રામા ગણાવે છે પરંતુ અસલી ડ્રામેબાજ તો તે ખુદ છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધી રસ્તા પર બેસીને મજૂરો સાથે વાત કરી તેમનો સમય બરબાદ કરી રહ્યાં હતા. તેનાથી સારૂ હોત તો તેમના બાળકો, સૂટકેસને ઉપાડીને સાથે ચાલત.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news