નિર્ભયા કેસ: રાષ્ટ્રપતિએ દોષિત વિનય શર્માની દયા અરજી ફગાવી 

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. નોંધનીય છે કે નિર્ભયા કેસના ચારેય દોષિતોને આજે સવારે 6 વાગે ફાંસી આપવાની હતી પરંતુ કોર્ટના આદેશ બાદ તેને ટાળવામાં આવી. 

નિર્ભયા કેસ: રાષ્ટ્રપતિએ દોષિત વિનય શર્માની દયા અરજી ફગાવી 

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યાના દોષિત વિનય શર્માની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. નોંધનીય છે કે નિર્ભયા કેસના ચારેય દોષિતોને આજે સવારે 6 વાગે ફાંસી આપવાની હતી પરંતુ કોર્ટના આદેશ બાદ તેને ટાળવામાં આવી. 

નિર્ભયા ગેંગરેપ અને હત્યાના ચાર દોષિતોને ફાંસી લગાવવાના લગભગ 12 કલાક પહેલા દિલ્હીની એક કોર્ટે શુક્રવારે તિહાડ જેલ પ્રશાસનને આ દોષિતોને આગામી આદેશ સુધી ફાંસી ન આપવા જણાવ્યું હતું. કોર્ટે શુક્રવારે તિહાડ જેલના અધિકારીઓને દોષિતો વિરુદ્ધ જારી ડેથ વોરન્ટનો અમલ હાલ ન કરવાનો નિર્દેશ આપ્યો હતો. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ સમગ્ર ઘટનાક્રમ દ્વારા નિર્ભયાના માતા પિતા ખુબ નિરાશ જોવા મળ્યા હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news