બજેટ 2020: નાણા મંત્રીએ આ અધિકારીના કર્યા ખુબ વખાણ, કારણ જાણીને આંસુ સરી પડશે

Budget રજુ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) એક ખાસ અધિકારીને ખુબ બિરદાવ્યાં. બજેટનું છાપકામ ખુબ મુશ્કેલ અને જટિલ હોય છે. તેને કરવા માટે ખુબ જ દ્રઢશક્તિની જરૂર હોય છે. જેનું પ્રમાણ આપ્યું ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ શર્માએ.

બજેટ 2020: નાણા મંત્રીએ આ અધિકારીના કર્યા ખુબ વખાણ, કારણ જાણીને આંસુ સરી પડશે

નવી દિલ્હી: Budget રજુ કરતા પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) એક ખાસ અધિકારીને ખુબ બિરદાવ્યાં. બજેટનું છાપકામ ખુબ મુશ્કેલ અને જટિલ હોય છે. તેને કરવા માટે ખુબ જ દ્રઢશક્તિની જરૂર હોય છે. જેનું પ્રમાણ આપ્યું ડેપ્યુટી મેનેજર (પ્રેસ) કુલદીપ શર્માએ. તેઓ બજેટના છાપકામની ડ્યૂટી પર નિરંતર કાર્યરત રહ્યાં. તેમના પિતાનું 26 જાન્યુઆરીએ અવસાન થયું આમ છતાં તેઓ કામમાંથી ડગ્યા નહીં. શર્મા બજેટ છપાઈ દરમિયાન નિર્ધારિત નિયમોનું પાલન કરવા માટે ઈચ્છાશક્તિ જતાવીને ઘરે ગયા નહીં. તેમણે કહ્યું કે બજેટનું પ્રિન્ટ કામ પૂરું થયા બાદ જ તેઓ ઘરે જશે. નાણા મંત્રાલયે શર્માની કર્મઠતા અને કર્તવ્ય નિભાવવાની તત્પરતાની ભાવનાને સલામ કરી. 

— Ministry of Finance (@FinMinIndia) January 30, 2020

અત્રે જણાવવાનું બજેટનું છાપકામ નોર્થ બ્લોકમાં થાય છે. હલવા સેરેમની બાદ છાપકામમાં લાગેલા કર્મચારી જ્યાં સુધી બજેટનું ભાષણ પૂરું ન થાય ત્યાં સુધી બહાર આવી શકતા નથી. નાણામંત્રાલયે ટ્વીટ કરીને પોતાના આ અધિકારી કુલદીપકુમાર શર્માના વખાણ કર્યા છે. કુલદીપ નાણા મંત્રાલયમાં પ્રેસમાં ડેપ્યુટી મેનેજર છે. તેમના પિતાનું 26મી જાન્યુઆરીએ અવસાન થયું. પરંતુ બજેટ પેપર છપાય અને રજુ ન થાય ત્યાં સુધી નિયમો મુજબ તે બહાર જઈ શકે નહીં. આથી તેઓ ઘરે ગયા નહીં. 

બજેટ પેપર તૈયાર થયા બાદ નાણા મંત્રાલયે ટ્વીટ કરીને પોતાના આ અધિકારીના વખાણ કર્યાં. મંત્રાલયે અધિકૃત ટ્વીટર હેન્ડલથી બે ટ્વીટ કરી હતી. ટ્વીટમાં લખ્યું કે અમને એ જણાવતા ખુબ અફસોસ થાય છે કે શ્રી કુલદીપકુમાર શર્મા, ડેપ્યુટી મેનેજર (પ્રેસ)એ 26 જાન્યુઆરી 2020ના રોજ પોતાના પિતાને ગુમાવ્યાં. બજેટ ડ્યૂટી પર હોવાના કારણે તેઓ બહાર જઈ શકે તેમ નહતાં. તેમણે પિતાને ગુમાવ્યાં છતાં એક મિનિટ માટે પણ પ્રેસ એરિયાને ન છોડવાનો નિર્ણય લીધો. 

મંત્રાલયે વધુમાં કહ્યું કે શ્રી શર્માની પાસે બજેટ પ્રક્રિયામાં 31 વર્ષનો અનુભવ છે. આ જ કારણે ખુબ ઓછા સમયમાં બજેટ દસ્તાવેજનું છાપકામ પૂરું કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી. અનુકરણીય પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરતા શર્માએ વ્યક્તિગત નુકસાનને અગણીને પોતાના કર્તવ્ય પ્રત્યે અસાધારણ ઈમાનદારી દર્શાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news