નિર્ભયા કેસ: દોષીઓને જલદી ફાંસી આપવાની માંગવાળી અરજી પર હવે આ તારીખે થશે સુનાવણી
Nirbhaya Case : નિર્ભયા કેસમાં દોષીઓને જલદી ફાંસીની માંગ કરનાર અરજી પર હવે પટિયાલા હાઉસમાં 18 ડિસેમ્બરના રોજ બપોરે બે વાગે સુનાવણી થશે. આ પહેલાં જ્યારે આજે સુનાવણી થઇ તો કોર્ટે કહ્યું કે દોષી અક્ષયની પુનર્વિચાર અરજી પર 17 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. તેના ચૂકાદાની રાહ જોવી પડશે.
Trending Photos
નવી દિલ્હી: નિર્ભયા કેસમાં દોષીઓને જલદી ફાંસીની માંગ કરનાર અરજી પર હવે પટિયાલા હાઉસમાં 18 ડિસેમ્બરના રોજ બપોરે બે વાગે સુનાવણી થશે. આ પહેલાં જ્યારે આજે સુનાવણી થઇ તો કોર્ટે કહ્યું કે દોષી અક્ષયની પુનર્વિચાર અરજી પર 17 ડિસેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. તેના ચૂકાદાની રાહ જોવી પડશે. ત્યારબાદ 18 ડિસેમ્બરના રોજ સુનાવણી થશે. સુનાવણી દરમિયાન નિર્ભયાના માતા-પિતા પણ કોર્ટ રૂમમાં હાજર હતા. દોષીના વકીલ એપી સિંહે કહ્યું કે અમારી ઘણી અરજીઓ અલગ-અલગ જગ્યાએ પેડિંગ છે. તેના પર કોર્ટે કહ્યું કે તમને ઘણીવાર સૂચના આપી આવી છે. તમે કેસને લાંબો ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો.
એપી સિંહે કહ્યું કે પવન આરોપના સમયે નાબાલિગ હતો. તેની અરજી પેન્ડીંગ છે. કોર્ટે કહ્યું કે તમારે ત્યારે અરજી આપવી જોઇતી હતી. જ્યારે નિચલી કોર્ટે સજા સંભળાવી હતી. કોર્ટે કહ્યું કે અમે રિવ્યૂ પર સુપ્રીમ કોર્ટની રાહ જોઇશું. આ દરમિયાન નિર્ભયાની માંએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. અક્ષયની પુનર્વિચાર અરજીના વિરોધમાં અરજી દાખલ કરવાની પરવાનગી માંગી. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ અરજી દાખલ કરવાની પરવાનગી આપી. ફાંસીના કેસમાં પુનર્વિચાર અરજી ઓપન કોર્ટમાં સુનાવણી થશે.
રેપ ઇન ઇન્ડિયા અંગેના નિવેદન અંગે શું રાહુલ ગાંધીએ લોકસભામાં માફી માંગવી જોઇએ? તમે શું માનો છો? જણાવો તમારૂ મંતવ્ય
— Zee 24 Kalak (@Zee24Kalak) December 13, 2019
આ દરમિયાન નિર્ભયાની માતાએ કહ્યું કે આશા છે કે દોષીની પુનર્વિચાર અરજી નકારી કાઢી. સાત વર્ષથી લડાઇ લડી રહ્યા હતા, આગળ પણ લડાઇ ચાલુ રહેશે. આ સાથે જ તેમણે દોષીઓ વિરૂદ્ધ ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે