COVID-19ના નવા Strain પર કાબૂ મેળવવાને કર્ણાટકમાં લાગશે આટલા દિવસો નાઇટ કરફ્યું

મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય મંત્રી કે.સુધાકર અને કોવિડ 19 માટે રાજ્યની ટેક્નોલોજી સલાહકાર સમિતિ (ટીએસી)ના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી છે. 

COVID-19ના નવા Strain પર કાબૂ મેળવવાને કર્ણાટકમાં લાગશે આટલા દિવસો નાઇટ કરફ્યું

બેગલુરૂ: કર્ણાટક (Karnataka)ના મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા (B.S.Yediyurappa)એ બુધવારે કહ્યું કે રાજ્ય સરકારે કોવિડ 19 ના નવા સ્વરૂપ (Strain)ના સંક્રમણના કારણે કાબૂ કરવા માટે બુધવારે રાતથી 2 જાન્યુઆરી સુધી નાઇટ કરફ્યું (Night Curfew) લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય મંત્રી કે.સુધાકર અને કોવિડ 19 માટે રાજ્યની ટેક્નોલોજી સલાહકાર સમિતિ (ટીએસી)ના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત બાદ આ જાહેરાત કરી છે. 

તેમણે સંવાદદાતઓને કહ્યું કે કોવિડ 19 વાયરસના નવા સ્ટ્રેનના કારણે ભારત સરકાર તથા ટેક્નોલોજી સલાહકાર સમિતિની સલાહ અનુસાર આજથી 2 જાન્યુઆરી 2021 સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યું લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. 

રાજ્યના લોકોને કરી અપીલ
યેદિયુરપ્પાએ કહ્યું કે 'કરફ્યું આખા રાજ્યમાં લાગૂ રહેશે. હું તમામ લોકોને અપીલ કરું છું કે તે કોવિડ 19ના નવા સ્ટ્રેનના સંક્રમણને રોકવામાં સહયોગ કરે. તે પહેલાં સુધાકરે ટીએસી સભ્યોની સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. કર્ણાટકના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ રાત્રિ કરફ્યું લાગૂ કરવાની જાહેરાત સોમવારે જ કરી દીધી હતી. 

વિદેશથી આવનાર માટે નિયમ
યેદિયુરપ્પાએ કહ્યું કે વિદેશથી રાજ્યમાં આવનાર લોકોને કોવિડ 19 સંબંધી તપાસ રિપોર્ટ લાવવો પડશે, જેમાં તેમના સંક્રમિત ન હોવાની પુષ્ટિ હોય અને આ તપાસ રિપોર્ટ રાજ્યમાં પ્રવેશ કરતાં પહેલાં 72 કલાક પહેલાંનો હોવો જોઇએ. તેમણે કહ્યું કે એરપોર્ટ પર તપાસ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્વાસ્થ્યકર્મીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. 

મુખ્યમંત્રીએ કહ્યું કે સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી તમામ ગતિવિધિઓ સામાન્ય રૂપથી ચાલશે અને રાત્રે 10 વાગ્યા પછી કોઇને બહાર ન નિકળવું. આ અંગે જલદી દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવશે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news