ભારતમાં તબાહી લાવવા આતંકવાદીઓ બંધાવી રહ્યા હતા મસ્જિદો

હરિયાણાનાં પલવલનાં ઉઠાવર ગામમાં એક મસ્જિદ બનાવી રહ્યા હતા, આ દરમિયાન સલમાને તે વાતની કબુલાત આપી કે મસ્જિદને બનાવવા માટે એફઆઇએફએ ફંડીંગ કર્યું હતું

ભારતમાં તબાહી લાવવા આતંકવાદીઓ બંધાવી રહ્યા હતા મસ્જિદો

નવી દિલ્હી : પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદી સંગઠન ફલાહ એ ઇન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ)થી ભારતમાં રૂપિયાની ફંડીગ મુદ્દે એનઆઇએની તપાસમાં મોટો ખુલાસો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએને ટેરર ફંડિંગ મુદ્દે ધરપકડ કરીને મોહમ્મદ સલમાનની પુછપરછમાં જાણવા મળ્યું છે કે હરિયાણા અને રાજસ્થાનનાં કેટલાક મદરેસાઓ માટે પાકિસ્તાનથી પૈસા આવ્યા છે. 

પલવળમાં મસ્જિદનું નિર્માણ કરાવી રહ્યો હતો આતંકવાદી
પોલીસની પુછપરછમાં સલમાને જણાવ્યું કે, તેઓ હરિયાણાના પલવલનાં ઉઠાવર ગામમાં એક મસ્જિદ બનાવી રહ્યો હતો. આ દરમિયાન સલમાને તે વાતનો સ્વિકાર કર્યો કે તેઓ મસ્જિદને બનાવવા માટે એફઆઇએફએ ફંડીગ કર્યું હતું. 

લશ્કર એ તોયબા આપતું હતું પૈસા
એનઆિએનાં પ્રવક્તાએ જણાવ્યું કે, મોહમ્મદ સલમાનને દુબઇમાં રહી રહેલા પાકિસ્તાની નાગરિક કામરાન પાસેથી 70 લાખ રૂપિયા મળ્યા હતા. પોલીસે તે વાતની આશંકા વ્યક્ત કરી કે કામરાન આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા માટે કામ કરે છે. પોલીસ અધિકારીઓ માટે આશંકા વ્યક્ત કરવાામાં આવી રહી છે કે પલવલમાં નિર્મિત થઇ રહેલા મસ્જિદની ફંડીગ આતંકવાદી ગતિવિધિઓને અંજામ સુધી પહોંચાડવા માટે કરવામાં આવી હતી. 

આ રાજ્યોમાંથી મોકલાયા પૈસા
સલમાને જણાવ્યું કે, આતંકવાદી સંગઠનો પાસેથી આવેલા પૈસા દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત અને જમ્મુ કાશ્મીર મોકલવામાં આવ્યા હતા. સાથે જ કેટલાક ઇસ્લામિક ઇસ્ટીટ્યૂટને પણ આપવામાં આવ્યા. આ ખુલાસા બાદ એનઆઇએ સલમાનની કસ્ટડી વધારવાની માંગ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news