પારકી સ્ત્રી પાછળ પાગલ બનેલા પતિએ પત્નીને દારૂ પીવડાવી બેભાન કરી, પછી ગુપ્તાંગમાં નાખી ...

પતિના કથિત અત્યાચારોનો ભોગ બનેલી 30 વર્ષની મહિલાને આજે અહીંના ડોક્ટરોએ નવું જીવન આપ્યું.

પારકી સ્ત્રી પાછળ પાગલ બનેલા પતિએ પત્નીને દારૂ પીવડાવી બેભાન કરી, પછી ગુપ્તાંગમાં નાખી ...

ઈન્દોર: પતિના કથિત અત્યાચારોનો ભોગ બનેલી 30 વર્ષની મહિલાને આજે અહીંના ડોક્ટરોએ નવું જીવન આપ્યું. એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોએ જટિલ સર્જરી દ્વારા તેના ગુપ્તાંગમાંથી મોટર સાઈકલના હેન્ડલની ગ્રિપ કાઢી.  મહારાજા યશવંતરાવ હોસ્પિટલ તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે લગભગ ચાર કલાક ચાલેલી સર્જરી દરમિયાન મહિલાના ગુપ્તાંગમાંથી પ્લાસ્ટિકની ગ્રિપ કાઢવામાં આવી. આ ગ્રિપ મોટર સાઈકલના હેન્ડલની છે. તેમણે જણાવ્યું કે ગ્રિપ મહિલાના યુટિરસ, યુરિન બ્લેડર અને નાના આંતરડા સુધી પહોંચી ગઈ હતી. 

ગ્રિપ યુટિરસ (ગર્ભાશય)માં લાંબો સમય સુધી ફસાઈ રહેવાના કારણે દર્દીના આ અંગમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. જો આ ગ્રિપ જલદી બહાર ન કાઢવામાં આવત તો ઈન્ફેક્શન આખા શરીરમાં ફેલાઈ જાત. આ દરમિયાન ચંદનનગર પોલીસ સ્ટેશન ઈનચાર્જ રાહુલ શર્માએ આ મામલાની તપાસના હવાલે જણાવ્યું મહિલાના પતિ પ્રકાશ ભીલ ઉર્ફે રામા (35)ના બીજી મહિલા સાથે સંબંધ હતાં. 

જુઓ LIVE TV

પીડિત મહિલા તેના પતિને આ બીજી મહિલાને મળતા રોકતી હતી. પતિને આ રોકટોક એટલી બધી ખટકી ગઈ કે તેણે લગભગ 2 વર્ષ પહેલા પત્નીને દારૂ પીવડાવીને બેભાન કરી નાખી. ત્યારબાદ તેના ગુપ્તાંગમાં મોટરસાઈકલના હેન્ડલની ગ્રિપ નાખી દીધી. તેમણે જણાવ્યું કે મહિલાએ આ ઘટના શરમના કારણે કોઈને જણાવી નહીં. 

પરંતુ જ્યારે દુ:ખાવો વધી ગયો તો તેણે પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં હાલમાં જ ફરિયાદ નોંધાવી. પોલીસ સ્ટેશન ઈનચાર્જે જણાવ્યું કે આરોપીને પોલીસે રવિવારે જ દબોચી લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news