બહુ જલદી સરહદ નજીક તહેનાત કરાશે દુશ્મનોના ભૂક્કા બોલાવતી એર ડિફેન્સ સિસ્ટમ

પાકિસ્તાન સાથે હાલમાં થયેલા વિવાદોની ઊંડી આંતરિક સમીક્ષા બાદ ભારતીય સેના હવે પોતાની અનેક એર ડિફેન્સ યુનિટને સરહદ પર તહેનાત કરવાની યોજના બનાવી રહી છે.

બહુ જલદી સરહદ નજીક તહેનાત કરાશે દુશ્મનોના ભૂક્કા બોલાવતી એર ડિફેન્સ સિસ્ટમ

નવી દિલ્હી: પાકિસ્તાન સાથે હાલમાં થયેલા વિવાદોની ઊંડી આંતરિક સમીક્ષા બાદ ભારતીય સેના હવે પોતાની અનેક એર ડિફેન્સ યુનિટને સરહદ પર તહેનાત કરવાની યોજના બનાવી રહી છે. કહેવાય છે કે પાકિસ્તાન તરફથી થઈ શકનારા હવાઈ હુમલાને નિષ્ફળ કરવા માટે ભારતીય સેના આ નિર્ણય લેશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ સેનાના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે કેટલીક એર ડિફેન્સ સિસ્ટમ સાથે સૈન્ય ટુકડીઓને પણ સરહદ નજીક મોકલવામાં આવી રહી છે. 

ભારતીય વાયુસેનાએ તાજેતરમાં પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના આતંકવાદી તાલીમ કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી હતી. ત્યારબાદ પાકિસ્તાને સરહદ પર પાર કરવાની કોશિશ કરતા હવાઈ હુમલો કરવાના પ્રયત્નો કર્યા હતાં. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. આ ઘટનાઓ બાદથી જ એવું મહેસૂસ થઈ રહ્યું હતું કે સરહદ પર એર ડિફેન્સ યુનિટની  તહેનાતી થવી જોઈએ. 

ટોચના સૂત્રોએ જણાવ્યું કે આ એર ડિફેન્સ યુનિટ્સને સરહદ નજીક તહેનાત કરવાથી આપણે દુશ્મન તરફથી કોઈ પણ સંભવિત હવાઈ હુમલાને પહોંચી વળવા માટે સક્ષમ હોઈશું અને સરહદ નજીક જ તેને નિષ્ફળ બનાવી દેવાશે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાનમાં તહેનાત એર ડિફેન્સ યુનિટ્સના સ્થળોની સેનાએ સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે એવું મહેસૂસ કરાયું છે કે તેમાંથી અનેકને સરહદો પરના નજીકના દુશ્મનના હવાઈ હુમલા નિષ્ફળ કરવા માટે આગળના સ્થળો પર લઈ જઈ શકાય છે. 

જુઓ LIVE TV

ભારતીય સેનાના આ એર ડિફેન્સ યુનિટ્સમાં સ્વદેશી બનાવટની એર ડિફેન્સ સિસ્ટમ આકાશની સાથે રશિયામાં બનેલી ક્વાદાર્ટ (Kvadrat) મિસાઈલ અને અન્ય જૂની સિસ્ટમ્સ સામેલ છે. આ સાથે જ સેનાએ ડીઆરડી-ઈઝરાયેલના સંયુક્ત પ્રયત્નોથી બનાવવામાં આવી રહેલી આધુનિક એમઆર-એસએએમ (MR-SAM) ડિફેન્સ સિસ્ટમ પણ જેવી મળે કે તેને પણ જલ્દી તહેનાત કરવાની યોજના ઘડી છે. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ડિફેન્સ સિસ્ટમ બહુ જલદી ભારતને મળી જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news