મંદિર ભગવાનનું ઘર છે, સ્વરૂપ બદલતું નથી, જ્ઞાનવાપી પર લાગૂ નથી થતો 1991નો કાયદો, સુપ્રીમમાં વધુ એક અરજી

ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી જ્ઞાનવાપી કેસમાં ખુદને પક્ષકાર બનાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે 1991માં બનેલ પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ મસ્જિદો પર લાગૂ થતો નથી. 

મંદિર ભગવાનનું ઘર છે, સ્વરૂપ બદલતું નથી, જ્ઞાનવાપી પર લાગૂ નથી થતો 1991નો કાયદો, સુપ્રીમમાં વધુ એક અરજી

નવી દિલ્હીઃ દેશમાં જ્ઞાનવાપી મસ્જિદનો મામલો ખુબ ચર્ચામાં છે. આ વચ્ચે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સર્વોચ્ચ કોર્ટમાં અરજી દાખલ કરી ખુદને જ્ઞાનવાપી કેસમાં પક્ષકાર બનાવવાની માંગ કરી છે. સાથે અરજીમાં કહેવામાં આવ્યું છે કે 1991માં બનેલો પ્લેસેઝ ઓફ વર્શિપ કાયદો મસ્જિદો પર લાગૂ થતો નથી. વકીલ અશ્વિની ઉપાધ્યાયે કહ્યુ કે, આ મામલો તેમની ધાર્મિક સ્વતંત્રતા અને અધિકાર સાથે જોડાયેલો છે. સદીઓથી ત્યાં ભગવાન આદી વિશેશ્વરની પૂજા થતી રહી છે. આ સંપત્તિ હંમેશા તેમની રહી છે. વકીલ ઉપાધ્યાયે કહ્યુ કે, કોઈપણ સ્થિતિમાં સંપત્તિથી તેમનો અધિકાર ન છીનવી શકાય. તેમણે સવાલ ઉઠાવ્યો કે મંદિરમાં એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય તો તેમના કેટલાક ભાગને નષ્ટ કરવા કે પછી સ્વરૂપ બદલવાથી તેમાં પરિવર્નત નથી આવતું. 

મસ્જિદ પર લાગૂ નથી થતો 1991નો કાયદોઃ ઉપાધ્યાય
વકીલ ઉપાધ્યાયે કહ્યુ કે, તેનાથી મંદિરનું ધાર્મિક સ્વરૂપ બદલાતું નથી. એવું ત્યારે થઈ શકે જ્યાં મંદિરમાં સ્થાપિત મૂર્તિઓની વિસર્જનની પ્રક્રિયા હેઠળ ત્યાંથી શિફ્ટ ન કરવામાં આવે. તેમણે પોતાની અરજીમાં દલીલ કરી કે ઇસ્લામિક સિદ્ધાંતો પ્રમાણે પણ મંદિર તોડીને બનાવવામાં આવેલી કોઈ ઇમારત મસ્જિદ ન હોઈ શકે. તેમણે કહ્યું કે, પ્લેસેઝ ઓફ વર્શિપ એક્ટ-1991 કોઈ ધાર્મિક સ્થળના સ્વરૂપને નિર્ધારિત કરવાથી ન રોકી શકાય. તેમણે પોતાની અરજીમાં મસ્જિદ કમિટીની અરજીને નકારવાની માંગ કરી છે, જેને જ્ઞાનવાપી મસ્જિદના સર્વે વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. 

સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં વકીલ ઉપાધ્યાયે કહ્યુ કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વે વિરુદ્ધ દાખલ અરજી તેમના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. ભાજપના નેતાએ કહ્યુ- અરજીકર્તાના ન્યાયના અધિકારની ગેરંટી બંધારણના આર્ટિકલ 14માં કરવામાં આવી છે. આ સિવાય ગરિમાનો અધિકાર આર્ટિકલ 21માં છે. એટલું જ નહીં ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આર્ટિકલ 25માં જણાવવામાં આવ્યો છે. તો ધાર્મિક સ્થાનાનો પુનરૂદ્ધારનો અધિકાર આર્ટિકલ 26માં આપવામાં આવ્યો છે. આ સિવાય સંસ્કૃતિ પાલનનો અધિકાર આર્ટિકલ 29માં છે. આ તમામ મુદ્દાનો અરજી સાથે સંબંધ છે. 

ભાજપના નેતાએ કહ્યું કે મંજિર પૂજાનું સ્થાન છે કારણ કે દેવતા ત્યાં નિવાસ કરે છે. તેથી મંદિર હંમેશા મંદિર રહે છે અને તેમના ધાર્મિક ચરિત્રને ક્યારેય બદલી શકાય નહીં. તો મસ્જિદ માત્ર પ્રાર્થનાનું એક સ્થાન હોય છે. તેથી ખાડી દેશોમાં તેને સ્થાણાંતરીત કરી દેવામાં આવે છે કે તેને તોડી પાડવામાં આવે છે. હંમેશા ત્યાં કોઈ સ્કૂલ, હોસ્પિટલ, રસ્તા કે કોઈ જાહેર સ્થાન માટે તેમ કરવાની જરૂર હોય તો કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મંદિર અને મસ્જિદનું ધાર્મિક ચરિત્ર સંપૂર્ણ રીતે અલગ હોય છે. તેવામાં 1991નો કાયદો મસ્જિદ પર લાગૂ થતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news