NEET PG 2023: નીટ પીજીના એડમિટ કાર્ડ જારી થયા, આ લિંકથી કરો ડાઉનલોડ

NEET PG Admit Card 2023: એક બાજુ જ્યાં મેડિકલ પીજી પ્રવેશ માટે 5 માર્ચ 2023ના રોજ પ્રસ્તાવિત NEET PG 2023 પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ રહી છે ત્યાં બીજી બાજુ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરનારા આયુર્વિજ્ઞાનમાં રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (NBEMS) દ્વારા એડમિટ કાર્ડ જારી કરવા અંગે પણ જાણકારી સામે આવી રહી છે.

NEET PG 2023: નીટ પીજીના એડમિટ કાર્ડ જારી થયા, આ લિંકથી કરો ડાઉનલોડ

NEET PG Admit Card 2023: NBEMS દ્વારા NEET PG એડમિટ કાર્ડ 2023 જારી કરવા અંગેની જાણકારી મીડિયા રિપોર્ટ્સમાં આપવામાં આવી રહી છે. આવામાં ઉમેદવાર અધિકૃત વેબસાઈટ natboard.edu.in પર જઈને લોગ ઈન કરીને તેને ડાઉનલોડ કરી લે. 

એક બાજુ જ્યાં મેડિકલ પીજી પ્રવેશ માટે 5 માર્ચ 2023ના રોજ પ્રસ્તાવિત NEET PG 2023 પ્રવેશ પરીક્ષાને સ્થગિત કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ રહી છે ત્યાં બીજી બાજુ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરનારા આયુર્વિજ્ઞાનમાં રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (NBEMS) દ્વારા એડમિટ કાર્ડ જારી કરવા અંગે પણ જાણકારી સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ NBEMS દ્વારા નીટ પીજી એડમિટ કાર્ડ 2023 જારી કરવામાં આવ્યા છે અને જે ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ પોતાના પ્રવેશ પત્ર અધિકૃત વેબસાઈટ natboard.edu.in પર લોગ ઈન કરીને ડાઉનલોડ કરી શકે છે. 

આવામાં જે ઉમેદવારોએ પ્રવેશ પરીક્ષા માટે અરજી કરી છે તેમણે પોતાનું નીટ પીજી એડમિટ કાર્ડ 2023 ડાઉનલોડ કરવા માટે અધિકૃત વેબસાઈટ પર વિઝિટ કર્યા બાદ લોગઈન સેક્શનમાં જવું પડશે અને પોતાની માહિતીના માધ્યમથી લોગઈન કરવું પડશે. આ પ્રકારે લોગ ઈન કર્યા બાદ ઉમેદવાર પોતાનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશે. 

આજે નિર્ણય
રિપોર્ટ મુજબ નીટ પીજી એડમિટ કાર્ડ 2023 ડાઉનલોડ કરવા માટે જારી કરાયેલી જાણકારી ભલે સામે આવી હોય પરંતુ પ્રવેશ પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ 5 માર્ચના રોજ થશે તેના પર અસમંજસ યથાવત છે. કેટલાક અરજીકર્તાઓએ એન્ટ્રન્સ ટેસ્ટને પાછી ઠેલવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજી પર આજે સુનાવણી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news