આજે BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર અને બહુજન સમાજ પાર્ટીથી મળેલા ધોખા બાદ સમાજવાદી પાર્ટી (સપા) હજુ ઉભરી શકી નથી કે બલિયાથી સાંસદ નીરજ શેખરે રાજ્યસભા અને સપામાંથી રાજીનામું આપી અખિલેશ યાદવની પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે.

આજે BJPનું સભ્યપદ સ્વીકારી શકે છે નીરજ શેખર, અમિત શાહ સાથે કરી મુલાકાત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર અને બહુજન સમાજ પાર્ટીથી મળેલા ધોખા બાદ સમાજવાદી પાર્ટી (સપા) હજુ ઉભરી શકી નથી કે બલિયાથી સાંસદ નીરજ શેખરે રાજ્યસભા અને સપામાંથી રાજીનામું આપી અખિલેશ યાદવની પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે બપોરે 12:30 વાગ્યે નીરજ શેખર ભાજપમાં જોડાઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીને રાજીનામું આપી ચુકેલા સાંસદ નીરજ શેખર સોમવાર મોડી રાત્રે અમિત શાહ, મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ, સાંસદ નિશિકાંત દૂબે અને અનિલ બલૂની સાથે મુલાકાત કરી હતી. અમિત શાહની બેઠક બાદ નીરજ શેખરનો ભાજપમાં સામેલ થવાનો સ્પષ્ટ થઇ ગયો છે અને આ અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે કે, 16 જુલાઇ મંગળવારે તેઓ ભાજપનું સભ્યપદ સ્વિકારી શકે છે.

તમને જણાવી દઇએ કે, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ અને સપા પ્રમુખ અખિલેશ યાદવની વચ્ચે તાજેતરમાં લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય ખટાસ આવી ગઇ હતી. રાજ્યસભાના સભાપતિ એમ. વૈન્કૈયા નાયડૂએ સોમવારે નીરજ શેખરનું રાજીનામું મંજૂર કરી લીધુ છે. સદનમાં તેમના કાર્યકાળ નવેમબર 2020 સુધી હતું.

લોકસભા ચૂંટણી દરમિયાન નીરજ શેખર બલિયા સંસદીય સીટથી ચૂંટણી લડવા ઇચ્છતા હતા, તેના માટે તેમણે ટિકિટની માગ કરી હતી. પાર્ટી નેતૃત્વએ તેમને ખાતરી પણ આપી હતી. પરંતુ છેલ્લા સમય સુધી વિશ્વાસમાં રાથી તેમની જગ્યાએ સદાનંદ પંડ્યાને બલિયાથી ઉમેદવાર બનાવી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ત્યારબાદથી તેમની નારજગી વધી ગઇ છે.

ચંદ્રશેખરના નિધન બાદ નીરજ શેખર પહેલી વાખત બલિયાથી ચૂંટણી લડ્યા હતા. વર્ષ 2007માં બલિયા સંસદીય સીટ પર તેઓ પેટા ચૂંટણીમાં બહુમત સાથે જીતી નીરજ શેખર સંસદ પહોંચ્યા હતા. ચંદ્રશેખરની વિરાસત સંભાળી રહેલા નીરજ શેખરે તેમના રાજકીય પ્રભાવને કારણે, 2009ની સામાન્ય ચૂંટણીઓમાં બાજી મારી અને 2014 સુધીમાં સંસદમાં રહ્યાં.

2014ની મોદી લહેરમાં તેઓ ભાજપના ભરત સિંહ સામે ચૂંટણીમાં હર્યા હતા. ત્યારબાદ સપાએ તેમને 2014ની રાજ્યસબાના માર્ગે સંસદ પહોંચાડ્યા હતા. તથ્ય એ છે કે, બલિયા સંસદીય સીટથી સતત ચંદ્રશેખર ચૂંટણી જીતતા રહ્યાં. ત્યા ક્યારે સપાના સભ્ય ન હતા. પરંતુ તાત્કાલીન સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવ તેમની સામે ક્યારે પોતાનો ઉમેદવા ઉતારતા ન હતા.

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news