'પાકિસ્તાન આગળ નતમસ્તક છું', જાણો નવજોત સિંહ સિદ્ધુએ શાં માટે કહ્યું?

ભારત અને પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે. પાકિસ્તાનની નવી સરકારે કરતારપુર સાહિબ કોરીડોર ભારત માટે ખોલવાની મંજૂરી આપી દીધી છે.

'પાકિસ્તાન આગળ નતમસ્તક છું', જાણો નવજોત સિંહ સિદ્ધુએ શાં માટે કહ્યું?

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાનમાં તણાવની સ્થિતિ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યાં છે. પાકિસ્તાનની નવી સરકારે કરતારપુર સાહિબ કોરીડોર ભારત માટે ખોલવાની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન સરકારના આ પગલાં પર ભલે ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવી હોય પરંતુ કોંગ્રેસના નેતા અને પંજાબ કેબિનેટના મંત્રી નવજોત સિંહ સિદ્ધુએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. 

જીવન સફળ થવા જેવી વાત-સિદ્ધુ
પાકિસ્તાનના આ ફેસલા પર ખુશી જાહેર કરતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે આજે મારા માટે જીવન સફળ થવા જેવી વાત છે. હું આ નિર્ણય બદલ મારા મિત્ર અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આગળ નતમસ્તક થઈને આભાર વ્યક્ત કરવા માંગુ છું. 

— ANI (@ANI) September 7, 2018

પાકિસ્તાન સરકાર બે ડગલાં આગળ વધી-સિદ્ધુ
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પાકિસ્તાન સરકાર હવે બે ડગલા આગળ વધી છે, હું આશા રાખુ છું કે આપણી સરકાર પણ બે ડગલાં આગળ વધે. તેમણે કહ્યું કે જ્યારે તમારી સોચ બદલાશે ત્યારે બે દેશોના દ્રષ્ટિકોણ પણ બદલાશે. સિદ્ધુએ કહ્યું કે કરતારપુરનો દરવાજો બે દેશોને મિલાવી શકે છે. 

હું મોહબ્બતનો પૈગામ લઈને ગયો હતો
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા બદલ ખુશી વ્યક્ત કરતા સિદ્ધુએ કહ્યું કે હું મોહબ્બતનો પૈગામ લઈને ત્યાં ગયો હતો અને આ મળ્યું. ઈમરાન ખાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ખરેખર દિલદાર વ્યક્તિ છે. 

550મી પુષ્યતિથિ પર ખોલાશે કોરિડોર
અત્રે જણાવવાનું કે પાકિસ્તાન સરકાર તરફથી એલાન કરવામાં આવ્યું છે કે તેઓ ગુરુનાનક દેવજીની 550મી પુષ્યતિથિ પર કોરિડોર ખોલશે. આ કોરિડોર ભારતમાં રહેતા સિખ શ્રદ્ધાળુઓ માટે ખુબ મહત્વનો ગણાય છે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર સાહિબનું અંતર માત્ર 3 કિલોમીટર છે. જો પાકિસ્તાન કોરિડોર ખોલે તો ભારતીય શ્રદ્ધાળુઓ સરળતાથી કરતારપુરમાં દર્શન કરી શકશે. આ માટે તેમને કોઈ પણ પ્રકારના વિઝાની જરૂર પડશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news