‘શોખીન’!અહીંયાં ATMમાંથી રૂપિયા નહીં પણ નીકળે છે પાન, રસિકોને 24 કલાક ખાવા મળે છે વેરાયટી પાન
ભારતમાં સદીઓથી પાન ખાવાનો રીવાજ રહ્યો છે. તમને શેરીઓના નાકા ઉપર તેની પરંપરાગત દુકાનો જોવા મળે છે. ત્યાં પાનના શોખીન લોકો રાજકારણથી લઈને દુનિયાના તમામ મુદ્દા ઉપર ચર્ચા કરતા જોવા મળે છે. હવે તે જ પાનને વેંડિંગ મશીનથી મોર્ડન લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ શું તમે ક્યારે એટીએમથી પાન ખાધું છે. સાંભળીને નવાઈ લાગશે પરંતુ અહીં આપણે ખાસ પાનના શોખીન માટે આ વિગતો લઈને આવ્યા છીએ. પાનના શોખીનોને જમ્યા પછી જ્યાં સુધી પાન નથી મળતું ત્યાં સુધી અધૂરું અધૂરું લાગે છે. સામાન્ય રીતે બજારમાં પાન ત્યાં સુધી જ મળી શકે છે, જ્યાં સુધી દુકાનો ખુલ્લી હોય પણ પુણેમાં પાનના શોખીનો માટે હવે 24 કલાક પાન મળે તેવી વ્યવસ્થા થઇ ગઈ છે. અને તે શક્ય બન્યું છે પાનના ઓટોમેટીક મશીન એટલે કે એટીએમના કારણે.
ભારતમાં સદીઓથી પાન ખાવાનો રીવાજ રહ્યો છે. તમને શેરીઓના નાકા ઉપર તેની પરંપરાગત દુકાનો જોવા મળે છે. ત્યાં પાનના શોખીન લોકો રાજકારણથી લઈને દુનિયાના તમામ મુદ્દા ઉપર ચર્ચા કરતા જોવા મળે છે. હવે તે જ પાનને વેંડિંગ મશીનથી મોર્ડન લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કેવી રીતે કામ કરે છે આ મશીન-
ઓટોમેટીક પાન ડીસ્પેંસર લગાવવા પાછળ 51 વર્ષના શરદ મોરેનું મગજ છે. જે દુકાને પાનના શોખીનો માટે આ મશીનની વ્યવસ્થા કરી છે, તેનું નામ પણ ‘શોખીન’ જ છે. આ દુકાન માલિકનો દાવો છે કે, આ મશીન ભારતનું પહેલું ઓટોમેટીક પાન ડીસ્પેંસર છે. તેને થોડા સમય પહેલાં જ લગાવવામાં આવ્યું છે. આ મશીનમાંથી પોતાના મનપસંદ સ્વાદનું પાન કાઢવા માટે તમારે એટીએમ ઉપર બારકોડ સ્ક્રેન કરવાનો રહેશે.
આ ઈંટરફેસથી તમારા ફોન ઉપર મશીનમાં ઉપલબ્ધ પાનનું લીસ્ટ આવી જશે પછી તમને જે પાન ગમે છે એ પાન સિલેક્ટ કરી તેનું ઓનલાઈન પેમેન્ટ કરવા પર એક નાના બોક્સમાં સ્વચ્છ રીતે પેક કરવામાં આવેલું પાન બહાર આવી જશે. મેંગો, ચોકલેટ, આઈરિષ ક્રીમ, મસાલા, ડ્રાઈ ફ્રુટ, મધઈ વગેરે તમામ પ્રકારના સ્વાદ વાળા પાન અહીંયાં ઉપલબ્ધ છે.
અહિંયા સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમનો પ્રયત્ન એવો છે કે પાન બનાવવાથી લઈને ડીલીવરી સુધી ઓછામાં ઓછા માણસોના હાથ તેના પર લાગે. કોરોનાને કારણે સોશિયલ ડીસ્ટેંસિંગના સમયમાં પાન આપવાની આ રીત પાનના શોખીનોને ઘણી પસંદ આવી રહી છે. કીયોસ્કમાં ઈંટરેક્ટીવ સ્ક્રીન ઉપર એક વિડીયો ચાલતો રહે છે, જેમાં સમજાવવામાં આવે છે કે પાન વેંડિંગ મશીન કેવી રીતે કામ કરે છે. તો છે ને આ ગજબનું પાનનું એટીએમ...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે