Coronavirus ના કારણે વધ્યો મોતનો આંકડો, શું હવામાં દેખાતો આ ધુમાડો ચિતાઓનો છે?

કોરોના મહામારીના કારણે દરરોજ હજારો લોકોના જીવ જઈ રહ્યા છે. ઘણા લોકોના મોત કોરોનાથી ન થયા હોવાના અહેવાલ પણ છે. પરંતુ સ્મશાન ઘાટો પર લાઈનથી સળગતી ચિતાઓનો ધુમાળો વાતાવરણને અસર કરી રહ્યો છે

Coronavirus ના કારણે વધ્યો મોતનો આંકડો, શું હવામાં દેખાતો આ ધુમાડો ચિતાઓનો છે?

નવી દિલ્હી: કોરોના મહામારીના કારણે દરરોજ હજારો લોકોના જીવ જઈ રહ્યા છે. ઘણા લોકોના મોત કોરોનાથી ન થયા હોવાના અહેવાલ પણ છે. પરંતુ સ્મશાન ઘાટો પર લાઈનથી સળગતી ચિતાઓનો ધુમાળો વાતાવરણને અસર કરી રહ્યો છે. તેની ચકાસણી નાસાએ પણ કરી છે.

નાશાએ શેર કરી બે તસવીરો
નાસાની તસવીરો બતાવી રહી છે કે 27/3/21 અને 27/4/21 વચ્ચે કેટલો તફાવત છે. ઉત્તર ભારતમાં થર્મલ પ્રવૃત્તિ વધી છે. જે આગ લાગવા પર દેખાય છે. તે પરાલી દરમિયાન પણ જોવા મળે છે, જ્યારે તાપમાનમાં વધારો થાય છે.

તસવીરોમાં જુઓ અંતર

દિલ્હીના સ્મશાન ઘાટોમાં લાગી છે ભીડ
સ્મશાનગૃહમાં ભીડ છે. ચિતાઓની પણ અને જીવંત લોકોની પણ. કેટલાંક લાકડા માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે કેટલાક તેમની છેલ્લી વિદાય માટેની રાહ જોઈ રહ્યા છે. વાતાવરણમાં દરેક જગ્યાએ ઝેરી ધુમાડો ભળી રહ્યો છે. જે લોકો ચાલ્યા ગયા છે, રાખ થઈ ગયા છે અને ધૂમાડો બનીને બધાને ચેતવણી આપી રહ્યા છે કે લોકોએ હજી પણ કાળજી લેવી જોઈએ.

દિલ્હીની એક્યુઆઈ જણાવી રહ્યો છે વાસ્તવિકતા
આ સમયે દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ની પાર છે. એટલે કે, આ સમયે દિલ્હી અને એનસીઆરની હવા ઝેરી છે. જરા વિચારો, ગત વર્ષે કોરોના વાયરસ ફેલાતાં આકાશ વાદળી થઈ ગયું હતું. નદીઓ સાફ થઈ ગઈ. હવામાં તાજગી હતી. પરંતુ આ વખતે મામલો સંપૂર્ણ વિરોધી છે. આ સમયે હવામાં ઝેરી ધૂમાડો છે. મનમાં જ નહીં, પરંતુ વાતાવરણમાં પણ એક વિચિત્ર ઉદાસી ભર્યો માહોલ મળી રહ્યો છે. આ ઝેરી હવા સીધા તમારા ફેફસાં સુધી પહોંચી રહી છે, એટલે કે હવામાં કોરોના વાયરસ થવાનું જોખમ પણ છે અને ધુમાડાથી કાર્બનના ઝેરી કણોનો ભય રહે છે.

ઘણી જગ્યા બની અસ્થાઈ સ્મશાન ઘાટ
દિલ્હી-એનસીઆરમાં વિવિધ સ્થળોએ અસ્થાયી સ્મશાનભૂમિ બનાવવામાં આવી છે. સ્વાભાવિક રીતે, સરકારી મૃત્યુના આંકડા કરતા વધુ ભયાનક પરિસ્થિતિ છે, આ કિસ્સામાં તમારે પોતાને કોરોના વાયરસથી તેમજ આ ઝેરી હવાથી બચાવવું પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news