WB Election 2021: કાર્યકર મંચ પર PM મોદીને પગે લાગ્યો, પ્રધાનમંત્રીએ આપ્યું એવું રિએક્શન, જુઓ VIDEO
બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) માં સત્તાધારી ટીએમસી (TMC) ને હરાવવા માટે ભાજપે સમગ્ર જોર લગાવી દીધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ સતત રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરીને પાર્ટી માટે સમર્થન માંગી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) માં સત્તાધારી ટીએમસી (TMC) ને હરાવવા માટે ભાજપે સમગ્ર જોર લગાવી દીધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ સતત રાજ્યમાં ચૂંટણી રેલીઓ કરીને પાર્ટી માટે સમર્થન માંગી રહ્યા છે. આ સાથે જ રોજ નવા નેતા ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
આ જ કડીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) કાંથીમાં જનસભા સંબોધવા પહોંચ્યા હતા. પરંતુ તે દરમિયાન કઈક એવું થયું કે જેણે જોયું તે સ્તબ્ધ થઈ ગયા. હકીકતમાં પીએમ મોદી જેવા મંચ પર પહોંચ્યા કે ત્યાં હાજર ઉમેદવાર અને કાર્યકરો તેમનું અભિવાદન કરવા લાગ્યા હતા. મંચ પર હાજર કેટલાક લોકોએ પીએમ મોદીને પ્રણામ કર્યા તો કેટલાક કાર્યકરોએ પ્રધાનમંત્રીના ચરણ સ્પર્શ કર્યા.
જ્યારે પીએમ મોદીને પગે લાગવા લાગ્યા કાર્યકરો...
આ બધા વચ્ચે મંચ પર હાજર એક કાર્યકરે નમીને જેવા પીએમ મોદીને પગે લાગવાની કોશિશ કરી તે પીએમ મોદીએ તેનો હાથ પકડીને આમ કરતા રોકી લીધા. પરંતુ પોતાના સર્વોચ્ચ નેતા પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે કાર્યકર ફરીથી પીએમ મોદીને પગે લાગવાની કોશિશ કરવા લાગ્યા. પીએમ મોદી ફરીથી તેમને રોકવા લાગ્યા. આ દરમિયાન કેટલીક પળો જોવા જેવી હતી. કાર્યકર આખરે નમીને પીએમ મોદીને પગે લાગ્યો અને બરાબર એ જ અંદાજમાં પીએમ મોદી પણ તેમનું અભિવાદન કરવા લાગ્યા. મંચ પર કેટલીક મહિલા કાર્યકરો પણ પીએમ મોદીને પગે લાગતી જોવા મળી. પરંતુ પીએમ મોદી પણ બરાબર એ જ ભાવથી તેમનું અભિવાદન કરી રહ્યા હતા.
જુઓ VIDEO...
બીજી બાજુ જેવા પીએમ મોદી મંચ પર રાખેલી ખુરશીઓમાં બેઠા કે એક કાર્યકર તેમની સામે આવીને શાષ્ટાંગ દંડવત થઈ ગયો. જે જોઈને પીએમ મોદી તરત ખુરશી પરથી ઊભા થયા અને નમીને કાર્યકરનું અભિવાદન કરવા લાગ્યા. આ સાથે જ કાર્યકરોને ઈશારામાં આવું ન કરવાનું કહ્યું. આ વીડિયોમાં પીએમ મોદીનો આ ખાસ અંદાજ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
શુવેન્દુનું આ રીતે કર્યું અભિવાદન
મંચ પર મમતા બેનર્જી વિરુદ્ધ નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુવેન્દુ અધિકારીએ જ્યારે પીએમ મોદીને પગે લાગવાની કોશિશ કરી તો તેમણે શુવેન્દુને પણ આમ કરતા રોક્યા. ત્યારબાદ પીએમ મોદીએ પીઠ થપથપાવીને અધિકારીનું અભિવાદન સ્વીકાર્યું અને તેમની સાથે પોતાનો જોડાવ દર્શાવ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે