Corona Virus: દેશમાં કોરોનાનો 'ડબલ એટેક', 771 વેરિએન્ટ, હવે ઈમ્યુનિટી પણ નથી બચાવી શકતી વાયરસથી

હાલ દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. રોજેરોજ દૈનિક કેસના મામલે તોતિંગ ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આટલા કેસ કેમ વધી રહ્યા છે તે સમજવાની જરૂરી છે. ખાસ વાંચો આ અહેવાલ

Corona Virus: દેશમાં કોરોનાનો 'ડબલ એટેક', 771 વેરિએન્ટ, હવે ઈમ્યુનિટી પણ નથી બચાવી શકતી વાયરસથી

નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવામાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું કોરોનાના કેસ વધવાનું કારણ વાયરસનું મ્યુટેશન છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 771 વેરિએન્ટ મળી આવ્યા છે. વાયરસ ડબલ એટેક કરી રહ્યો છે. જેના કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. હવે ઈમ્યુનિટી પણ કોરોના બચાવી શકતી નથી. 

કોરોનાના 771 વેરિએન્ટ પકડમાં આવ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે 10 નેશનલ લેબ્સનું એક ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપ કોરોના વાયરસ (Corona Virus) ના અલગ  અલગ વેરિએન્ટ એટલે કે પ્રકારના જીનોમ સિક્વેન્સિંગ કરી રહ્યું છે. ભારતમાં કોરોના વાયરસના 10 હજાર 787 સેમ્પલ ટેસ્ટ કરતા 771 અલગ અલગ વેરિએન્ટ પકડમાં આવ્યા છે. જેમાંથી 736 સેમ્પલ યુકે એટલે કે બ્રિટન કોરોના વાયરસ વેરિએન્ટવાળા છે. જ્યારે 34 સેમ્પલ સાઉથ આફ્રીકા અને એક સેમ્પલ બ્રાઝીલવાળા કોરોના વેરિએન્ટનું છે. 

વધુ ઝડપથી મ્યુટેટ થઈ રહ્યો છે કોરોના વાયરસ
આ બધા એવા લોકોના સેમ્પલ હતા જે આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવ્યા હતા અથવા તો એવા લોકોના સંપર્કમાં આવ્યા હતા. તપાસમાં એક વાત મહત્વની એ જાણવા મળી છે કે ડિસેમ્બર 2020ની સરખામણીમાં હવે વાયરસ વધુ મ્યુટેટ થઈ રહ્યો છે. આ મ્યુટેશનથી બનેલા વાયરસ ઝડપથી સંક્રમણ ફેલાવી રહ્યા છે અને તેના પર હવે ઈમ્યુનિટીની પણ અસર ઓછી થઈ રહી છે. જેનો અર્થ એ થયો કે વાયરસ હવે ડબલ એટેક કરી રહ્યો છે. 

Genome Sequencing by INSACOG shows variants of concern and a Novel variant in India.https://t.co/hs3yAErWJR pic.twitter.com/STHjcMnkMh

— Ministry of Health (@MoHFW_INDIA) March 24, 2021

771 સેમ્પલમાંથી 20 ટકા વાયરસ મ્યુટેશનવાળા
તપાસ માટે મોકલવામાં આવેલા 771 સેમ્પલમાંથી 20 ટકા વાયરસ આ પ્રકારના મ્યુટેશનવાળા મળી આવ્યા છે. તેમને variants of concerns એટલે કે ચિંતાજનક ગણવામાં આવ્યા છે. કેરળના તમામ 14 જિલ્લામાંથી 2032 સેમ્પલની સિક્વેન્સિંગ કરાઈ છે. જેમાં 11 જિલ્લાના 123 સેમ્પલ એવા મળ્યા છે જેના પર વ્યક્તિની ઈમ્યુનિટીની અસર થતી નથી. આંધ્ર પ્રદેશના કુલ સેમ્પલમાંથી 33 ટકા સેમ્પલ આવા જ છે. તેલંગણામાં 104માંથી 53 સેમ્પલમાં આવો વાયરસ મળી આવ્યો છે.

દુનિયાના 16 દેશોમાં આવા જ વેરિએન્ટ મળી આવ્યા છે. જો કે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં કોરોનાના કેસમાં વધારો થવાનું આ કારણ છે કે નહીં, તે સમજવાની અને સ્ટડીની જરૂર છે. જે થઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news