જ્યારે PM મોદીએ યુવા સાંસદોને પૂછ્યુ, તમે રાજકારણ ઉપરાંત કયા કાર્ય કરો છો?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુવાન સાંસદો સાથે મુલાકાત કરી. બધા યુવા સાંસદોનો વિસ્તૃત રીતથી પરિચય થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોથી પૂછ્યું કે, રાજકારણ ઉપરાંત તમે કયા-કયા કાર્ય કરો છો? સમાજિક કાર્યો ઉપરાંત બાકી કાર્યોમાં કયા રૂચિ છે?
Trending Photos
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે યુવાન સાંસદો સાથે મુલાકાત કરી. બધા યુવા સાંસદોનો વિસ્તૃત રીતથી પરિચય થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોથી પૂછ્યું કે, રાજકારણ ઉપરાંત તમે કયા-કયા કાર્ય કરો છો? સમાજિક કાર્યો ઉપરાંત બાકી કાર્યોમાં કયા રૂચિ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સમાજમાં લોકોની સામે રાજકારણ ઉપરાંત જે કાર્ય તમે કરો છો, સમાજમાં તે કાર્ય લોકોની સામે આવવું જોઇએ. લોકોને તેની જાણકારી હોવી જોઇએ. લોકો રાજકારણ કરતાં અન્ય કાર્યોને વધારે પસંદ કરે છે. એટલા માટે તેના પર ધ્યાન આપવું જોઇએ.
વધુમાં વાંચો:- ખેડૂતોને દિલ્હી સરકાર દર વર્ષે આપશે 77000 રૂપિયા, જાણો કેમ?
આ રીતે પાછલા દિવસોમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ‘2 ઓક્ટોબર (ગાંધી જયંતી)થી લઇને 31 ઓક્ટોબર (સરદાર પટેલ જયંતી) સુધી પણ સાંસદોને તેમના કાર્યક્ષેત્રમાં 150 કિલોમીટરની પદયાત્રા કાઢવાનો આદેશ આપ્યો છે. સાંસદને દર રોજ 15 કિલોમીટરની પદયાત્રા કરવાની છે.’
તેના માટે અલગ અલગ ગ્રુપ બનશે અને સાંસદ એક દિવસ એક ગ્રુપની સાથે પદ યાત્રા કરશે. તેમાં ભાજપના ધારાસભ્ય, કાર્યકર્તા પણ સામેલ થશે. રોજ 15 કિલોમીટરની પદયાત્રા કરવા અને બધા જ બુથ કવર કરશે. રાજ્યસભા સાંસદોને પણ સંસદીય ક્ષેત્ર એલોટ હશે. પદયાત્રાના માધ્યમથી ગાંધીજીના વિચારો, શિક્ષાઓનું પ્રચાર કરશે અને વૃક્ષારોપણ કરશે. પીએમ મોદીએ કહ્યું કે સંકલ્પ યાત્રામાં જે પણ કહેવામાં આવ્યું, તે ભવિષ્યની આપણી દ્રષ્ટિમાં પ્રતિબિંબિત થવું જોઇએ.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે