Wimbledon 2019: વિમ્બલ્ડનની ડ્રીમ સેમિફાઇનલમાં 10 વર્ષ બાદ ફરી ટકરાશે નડાલ અને ફેડરર
રોજર ફેડરરે ક્વાર્ટર ફાઇનલમાં કેઈ નિશિકોરી અને રાફેલ નડાલે અમેરિકાના સૈમ ક્વેરીને હરાવ્યો.
Trending Photos
લંડનઃ વિમ્બલ્ડનની કોર્ટ અને આમને-સામને રોજર ફેડરર અને રાફેલ નડાલ હોય તો શું કહેવું! વિશ્વના તમામ ટેનિસપ્રેમિઓની જેમ તમે પણ આ ડ્રી મુકાબલાના દીવાના હોવ તો સમય આવી ગયો છે, જેની રાહ તમે જોઈ રહ્યાં હતા. વર્ષા ત્રીજા ગ્રાન્ડસ્લેમ વિમ્બલ્ડનની ડ્રીમ સેમિફાઇનલ નક્કી થઈ ગઈ છે. તેમાં સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરર અને સ્પેનના રાફેલ નડાલ આમને-સામને હશે. ફેડરર પોતાના 21મા ગ્રાન્ડસ્લેમ ટાઇટલ માટે રમી રહ્યો છે. નડાલ અત્યાર સુધી 18 ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટ જીતી ચુકી છે.
બીજી વરીયતા પ્રાપ્ત રોજર ફેડરરે બુધવારે એક ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં જાપાનના કેઈ નિશિકોરીને 4-6, 6-1, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. ગ્રાસ કોર્ટ પર રમાતા વિમ્બલ્ડનમાં ફેડરરની આ 100મી જીત છે. તેણે પોતાના કરિયરમાં મોટાભાગની મેચ આ ગ્રાન્ડસ્લેમમાં જીતી છે.
ત્રીજી વરિયતા પ્રાપ્ત રાફેલ નડાલે પણ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમેરિકાના સૈમ ક્વેરીએ તેને પ્રથમ સેટમાં ટક્કર આપી હતી. પરંતુ નડાલે તેને અપસેટની તક ન આપી અને મુકાબલો 7-5, 6-2, 6-2થી જીતી લીધો હતો.
વિમ્બલ્ડન 2008 બાદ આ પ્રથમ તક છે જ્યારે સિંગલ્સમાં રોજર ફેડરર અને રાફેલ નડાલનો સામનો થશે. આ વર્ષના બીજા ગ્રાન્ડસ્લેમ ફ્રેન્ચ ઓપનમાં પણ આ બંન્ને ખેલાડીઓ વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં નડાલે જીત મેળવી હતી. ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ પર રમાય છે અને નડાલ તેનો સુપરસ્ટાર છે. તે ફ્રેન્ચ ઓપન 12 વખત જીતી ચુક્યો છે.
રોજર ફેડરરની બાદશાહત ગ્રાસકોર્ટ પર જોવા મળી રહી છે. તે અત્યાર સુધી આઠ વખત વિમ્બલ્ડનનું ટાઇટલ જીતી ચુક્યો છે. તે 2006 અને 2007ની ફાઇનલમાં નડાલને હરાવી ચુક્યો છે. છેલ્લે જ્યારે આ બંન્ને ખેલાડી ટકરાયા હતા ત્યારે નડાલે 6-4, 6-4, 6-7 (5-7), 6-7 (8-10), 9-7થી જીત મેળવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે