નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળી સરકારનો દાવો રજુ કર્યો, તમામની અપેક્ષા પુર્ણ કરવાની પ્રતિબદ્ધ
એનડીએની બેઠકમાં તમામ ઘટક પક્ષો દ્વારા તેમને સંસદીય દળનાં નેતા પસંદ કરવામાં આવ્યા બાદ તેઓ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં એનડીએને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત થઇ છે. એકવાર ફરીથીનરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે તે અગાઉની ઔપચારિક વિધિતઓ તેમણે પુર્ણ કરી હતી. એનડીએની બેઠકમાં તમામ ઘટક દળો દ્વારા તેમને સંસદીય દળનાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે તમામ રિપિર સાંસદો અને નવા ચૂંટાઇને આવેલા સાંસદોનું સંબોધન કર્યું હતું. આ અગાઉ તેમણે સંવિધાન સમક્ષ માથુ નમાવ્યું હતું. તેઓએ ભાજપનાં વરિષ્ઠ નેતાનાં ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા. સંસદની કાર્યવાહી પુર્ણ થયા બાદ તેઓ રાષ્ટ્રપતિને મળવા માટે નિકળી ચુક્યા છે. થોડા સમય બાદ તેમણે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને પોતાની સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર નરેન્દ્ર મોદી 30 મેના રોજ શપથ ગ્રહણ કરી શકે છે. શપથ પહેલા વડાપ્રધાન પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી જશે. જો કે તે અગાઉ તેઓ પોતાનાં ગૃહરાજ્ય નગર ગુજરાતની મુલાકાત લેશે. અહીં મોદી માં પાસે જીતનો આશિર્વાદ લેવા માટે પણ પહોંચશે. આ અગાઉ શુક્રવારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી અને પોતાનું રાજીનામું ધર્યું હતું. આ રાજીનામાને રાષ્ટ્રપતિ કોવિંદે મંજુર કર્યું હતું અને લોકસભા ભંદ કરી દીધી હતી. રાષ્ટ્રપતિએ 16મી લોકસભા ભંગ કરી દીધી હતી. આજે એનડીએ ને સરકાર બનાવવાનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આમંત્રણ મળી શકે છે.
ઝડપી ગતિથિ કામ કરશે મોદી સરકાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાને ક્હયું કે, તેમની સરકાર અટક્યા વગર ઝડપથી કામ કરશે. તેમણે કહ્યું કે, જનાધારની સાથે જન અપેક્ષાઓ જોડાયેલી છે. તેમણે કહ્યું કે, સરકાર નવા મિજાજ સાથે કામ કરશે. વધારેમાં મોદીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિએ મને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. સબકા સાથ, સબકા વિકાસ અને સબકા વિશ્વાસ એ અમારી સરકારનો નવો મંત્ર રહેશે.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો
એનડીએ નેતાઓ દ્વારા રાષ્ટ્રપતિને સમર્થન પત્ર સોંપવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો.
Exercising powers vested in him under Article 75 (1) of the Constitution of India, President Kovind, today appointed @narendramodi to the office of Prime Minister of India pic.twitter.com/xrs5jgCGkF
— President of India (@rashtrapatibhvn) May 25, 2019
રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા નરેન્દ્ર મોદી
વડાપ્રધાન ઔપચારિક રીતે સરકાર રચવાનો દાવો રજુ કરવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચ્યા હતા. પુર્વ વડાપ્રધાન નરેન્દ્રમ ોદીએ આશરે ડોઢ કલાક સુધી ભાષણ આપ્યું હતું. ત્યાર બાદ તેઓ રાષ્ટ્રપતિ ભવન માટે નિકળ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત લીધી અને સરકાર રચવાનો દાવો રજુ કર્યો હતો.
Delhi: PM Narendra Modi arrives at the Rashtrapati Bhavan to meet the President. pic.twitter.com/ENpkqTRdRi
— ANI (@ANI) May 25, 2019
એનડીએનાં નેતાઓ પણ રાષ્ટ્રપતિને મળ્યાં
એનડીએના તમામ ઘટક દળનાં મુખ્ય નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાતમાં તેમણે તમામ એનડીએનાં 353 સાંસદો નરેન્દ્ર મોદીને સમર્થન આપે છે તેવો પત્ર સોંપ્યો હતો.
An NDA delegation, led by BJP President Amit Shah and comprising Prakash Singh Badal, Rajnath Singh, Nitish Kumar, Ram Vilas Paswan, Sushma Swaraj, Uddhav Thakeray, Nitin Gadkari, K. Palaniswami, Conrad Sangma and Neiphiu Rio, called on President Ram Nath Kovind pic.twitter.com/cl0bBCGn5E
— ANI (@ANI) May 25, 2019
ગમે તે ક્ષણે રાષ્ટ્રપતિ પહોંચી શકે છે નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદી સંસદીય દળનાં નેતા તરીકે ચૂંટાઇ ચુક્યા છે. હવે તેઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે. અહીં મુલાકાત બાદ તેઓ સરકાર રચવાનો દાવો રજુ કરશે. સંસદીય દળની બેઠકથી તેઓ સીધા જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા માટે નિકળી ચુક્યા છે. ગમે તે ક્ષણે તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચી શકે છે.
જનપ્રતિનિધિ ક્યારે ભેદ નથી કરતા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જનપ્રતિનિધિ ક્યારે પણ ભેદ કરી શકે નહી. નવા જનપ્રતિનિધિઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, આ પ્રતિનિધિત્વમાં કોઇ પોતાનું અને પરાયું હોઇ શકે નહી. તેની શક્તિ ઘણી મોટી હોય છે. હૃદય જીતવાનાં પ્રયાસો કરશે. વડાપ્રધાને કહ્યું કે મારા જીવનમાં અનેક પડાવ રહ્યા, એટલા માટે આ વસ્તુઓને ભલીભાંતી સમજુ છું. મે આટલી ચૂંટણીઓ જોઇ, હાર જીત બધુ જોયું પરંતુ હું કહી શકુ છું કે મારા જીવનમાં 2019ની ચૂંટણી એક પ્રકારની તિર્થયાત્રા છે.
2019ની ચૂંટણી મારા માટે તિર્થયાત્રા
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આઝાદી બાદ પહેલીવાર આટલુ વોટિંગ થયું છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી મારા માટે તિર્થયાત્રા છે. આ ચૂંટણી પોઝીટીવ વોટની ચૂંટણી છે. તેમણે કહ્યું કે, વિશ્વાસની ડોર જ્યારે મજબુત થાય છે, તો પ્રો ઇકમ્બન્સી વેવ પેદા થાય છે, તેઓ વેવ વિશ્વાસની ડોર સાથે બંધાયેલા છે. આ ચૂંટણી પોઝીટીવ મતની ચૂંટણી છે. ફરીથી સરકારને લાવવાની છે, કામ દેવાનું છે, જવાબદારી દેવાની છે. આ સકારાત્મક વિચારે એટલો મોટો જનાદેશ આપ્યો છે.
ચૂંટણીએ એક નવા યુગનો આરંભ કર્યો
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતે લોકશાહીનાં જીવનમાં ચૂંટણી પરંપરામાં દેશની જનતાએ એક નવા યુગનો આરંભ કર્યો છે. અમે તમામ લોકો સાક્ષી છીએ. 2014થી 2019 સુધી દેશ અમારી સાથે ચાલ્યો છે, ક્યારેક અમે બે પગલા આગળ ચાલ્યા છીએ, આ દરમિયાન દેશે અમારી સાથે ભાગીદારી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે