Nagaland Election Result: નાગાલેન્ડમાં 60 વર્ષનો ઈતિહાસ બદલાયો, અહીંથી 2 મહિલાઓએ મેળવી ભવ્ય જીત

Nagaland Election Result: નાગાલેન્ડની ચૂંટણીમાં આ વખતે 2 મહિલાઓએ ઈતિહાસ રચ્યો છે. છેલ્લા 60 વર્ષથી અહીં એકપણ મહિલા ધારાસભ્ય આ રાજ્યમાંથી ચૂંટાયા નથી. પરંતુ આ ચૂંટણીમાં 2 મહિલાઓનો વિજય થયો છે. જીતેલી બંને મહિલા ઉમેદવારો એનડીપીપીની છે.

Nagaland Election Result: નાગાલેન્ડમાં 60 વર્ષનો ઈતિહાસ બદલાયો, અહીંથી 2 મહિલાઓએ મેળવી ભવ્ય જીત

Nagaland Election Result: નાગાલેન્ડમાં ભાજપ ગઠબંધન 39 બેઠકો પર આગળ છે. ભાજપ ગઠબંધનની સ્પષ્ટ બહુમતી સાથે અહીં સરકાર રચાઈ શકે તેમ છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે નાગાલેન્ડમાં પહેલીવાર 2 મહિલાઓ ચૂંટણી જીતી છે. દીમાપુર-III બેઠક પર એનડીપીપીના હેખની જાખલુએ જીતી હતી અને એનડીપીપીના સલ્હૌતુઓનુઓ પશ્ચિમી અંગામી બેઠક પર જીતીને વિજેતા બન્યા છે.

તમને જણાવી દઈએ કે નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળ્યાના 60 વર્ષમાં અત્યાર સુધી અહીંથી કોઈ મહિલા ધારાસભ્ય ચૂંટાઈ નથી. આ બાબત નાગાલેન્ડ માટે પણ આશ્ચર્યજનક છે કારણ કે અહીં મહિલા મતદારોની સંખ્યા પુરૂષ મતદારો કરતાં વધુ છે. અહીં 6.52 લાખ પુરૂષો સામે 6.55 લાખ મહિલા મતદારો છે.

27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું
નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને રાજ્યની 59 બેઠકો માટે આજે મતગણતરી ચાલી રહી છે. વાસ્તવમાં, ભાજપના ઉમેદવાર કાજેતો કિનીમી અહીં અકુલુટો બેઠક પરથી બિનહરીફ જીત્યા હતા, તેથી અહીં 60માંથી માત્ર 59 બેઠકો પર જ મતદાન થયું હતું.

નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીમાં કુલ 183 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાંથી માત્ર 4 મહિલા ઉમેદવારો છે. દીમાપુર-III બેઠક પરથી NDPPના હેખની જાખલુ, પશ્ચિમ અંગામી બેઠક પરથી NDPPના સલ્હૌતુઓનુઓ, ટેનિંગ બેઠક પરથી કોંગ્રેસની રોઝી થોમ્પસન અને અટોઇજુ બેઠક પરથી ભાજપની કાહુલી સેમા આ વખતે મેદાનમાં હતા.

એવું નથી કે નાગાલેન્ડમાં માત્ર વિધાનસભા ચૂંટણીમાં જ મહિલા પ્રતિનિધિઓની કમી છે, પરંતુ 1977થી અત્યાર સુધી માત્ર 2 મહિલા સાંસદો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news