શું ભારતની આ ખાસ અજાયબીઓ વિશે તમે જાણો છો? 100% કોઈને નહીં હોય આ રહસ્યોની ખબર!
દુનિયાની 7 અજાયબીઓ વિશે તમે વાંચ્યું, જાણ્યું કે સાંભળ્યું હશે...પણ શું ભારતમાં પણ અનોખી અજાયબીઓ છે તેના વિશે તમને ખ્યાલ છે ખરાં? આ છે ભારતની ખાસ અજાયબીઓ, જેને જોઈને તમે પણ કહેશો અરે વાહ...
Trending Photos
નવી દિલ્લીઃ દુનિયાની 7 અજાયબીઓ વિશે તમે વાંચ્યું, જાણ્યું કે સાંભળ્યું હશે...પણ શું ભારતમાં પણ અનોખી અજાયબીઓ છે તેના વિશે તમને ખ્યાલ છે ખરાં? આ છે ભારતની ખાસ અજાયબીઓ, જેને જોઈને તમે પણ કહેશો અરે વાહ...ભારતમાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જેના વિશે લોકો જાણવા માંગે છે. જો કે લોકોએ દુનિયાની 7 અજાયબીઓ વિશે સાંભળ્યું હશે. પરંતુ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ત્યારે આજે અમે તમને રહસ્ય, સાહસ અને સુંદરતાથી ભરેલા આવી જ કેટલીક અજાયબીઓથી રૂબરૂ કરાવીશું.
નોકાલીકાઈ ધોધ-
મેઘાલયમાં ચેરાપુંજી નજીક નોકાલિકાઈ ધોધ આવેલો છે. જે ભારતના સૌથી ઊંચા ધોધમાંનો એક છે. આ ધોધ 1 હજાર 115 ફૂટની ઊંચાઈથી પડે છે. આ ધોધને સ્થાનિક લોકો ઉદાસી ધોધ તરીકે પણ ઓળખે છે.
હૃદય આકારનું તળાવ-
કુદરતી રીતે રચાયેલ હૃદય આકારનું તળાવ કેરળના ચેમ્બ્રા શિખર પર આવેલું છે. જે વાયનાડનું સૌથી ઊંચું શિખર છે. આ તળાવ દરિયાની સપાટીથી 2100 મીટરની ઉંચાઈ પર છે. આ તળાવનું કદ અને સુંદરતા જોઈને લોકો દંગ રહી જાય છે.
શ્રીકૃષ્ણના માખણ બોલનું રહસ્ય-
તમિલનાડુના મહાબલીપુરમમાં હાજર પ્રાચીન પથ્થર લગભગ 1200 વર્ષ જૂનો છે. આ રહસ્યમય પથ્થર લગભગ 20 ફૂટ ઊંચો અને 15 ફૂટ પહોળો છે. તે ઢોળાવ પર અદ્ભુત રીતે એવા સ્થાને છે જેનું રહસ્ય ચોંકાવનારુ છે. આ પથ્થરનું વજન લગભગ 250 ટન છે. કેટલાક લોકો આ પથ્થરને શ્રી કૃષ્ણનો માખણ બોલ પણ કહે છે. આ પથ્થર સૌપ્રથમ વર્ષ 1908માં મળી આવ્યો હતો. એવું કહેવાય છે કે એકવાર આ પથ્થરને સાત હાથીઓથી બાંધીને ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તે તેની જગ્યાએથી ખસ્યો નહોતો.
ખડકોથી બનેલી માળા-
તિરુમાલા પહાડી મંદિરથી એક કિલોમીટર દૂર કમાનવાળા ખડકો છે. એવું કહેવાય છે કે આ ખડકો 2500 વર્ષથી વધુ જૂના છે. આ કમાનો જમીનથી ઉપરની તરફ બંને બાજુના ખડકો પર બાંધવામાં આવી છે. સ્થાનિક લોકો આ કુદરતી ઘટનાને સિલાથોર્નમ કહે છે, જેનો અર્થ થાય છે 'ખડકોથી બનેલી માળા.' કમાનની પહોળાઈ લગભગ 8 મીટર અને ઊંચાઈ 3 મીટર છે.
હાડપિંજરથી ભરેલું રૂપકુંડ તળાવ-
રૂપકુંડ એ ઉત્તરાખંડનું એક એવું રહસ્યમય સરોવર છે, જેના બર્ફીલા પાણીમાં સેંકડો માનવ હાડપિંજર સમાયેલા છે. વર્ષ 1942 માં એક ફોરેસ્ટ ગાર્ડે આ તળાવમાં પ્રથમ વખત હાડપિંજર જોયા. નિષ્ણાતોના મતે આ લોકોના મૃત્યુ કોઈ રોગચાળા, ભૂસ્ખલન અથવા બરફવર્ષાના કારણે થયા હોઈ શકે છે. હાડપિંજરના આભૂષણો, ખોપરી, હાડકાં વગેરે અહીં હાજર છે. રૂપકુંડ તળાવમાંથી આવા 500થી વધુ હાડપિંજર મળી આવ્યા છે. જાણવા મળ્યું કે આ હાડપિંજર લગભગ 1200 વર્ષ જૂના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે