JNU હિંસાઃ BJP નેતા મુરલી મનોહર જોશીનો મોટો હુમલો, કહ્યું- VCને હટાવો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વાઇસ ચાન્સેલર એમ. જગદીશ કુમારન પર મોટો હુમલો કર્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના વાઇસ ચાન્સેલર એમ. જગદીશ કુમારન પર મોટો હુમલો કર્યો છે, સાથે તેમણે જેએનયૂના વાઇસ ચાન્સેલરને પદ પરથી હટાવવાની માગ કરી છે.
ભાજપના નેતા એમએમ જોશીએ કહ્યું કે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે બે વાર વાઇસ ચાન્સેલર જગદીશ કુમારને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળીને વિવાદનો ઉકેલ લાવવાનું કહ્યું હતું, પરંતુ તેમ ન કર્યું અને પોતાનું અડગ વલણ અપનારી રાખ્યું હતું. તેમણે કહ્યું કે, હવે જગદીશ કુમારને જેએનયૂના વાઇસ ચાન્સેલર પદેથી હટાવી દેવા જોઈએ.
ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ ટ્વીટ કરીને કહ્યું, 'તેવા રિપોર્ટ્સ આવી રહ્યાં છે કે એચઆરડી મંત્રાલયે બે વાર જેએનયૂના વાઇસ ચાન્સેલરને વધારેલી ફીના વિવાદને ઉકેલવા માટે યોગ્ય રીત લાગૂ કરવા માટે કહ્યું હતું.'
— Murli Manohar Joshi (@drmmjoshibjp) January 9, 2020
ભાજપના નેતા જોશીએ કહ્યું, 'વાઇસ ચાન્સેલર જગદીશ કુમારને વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ આ ચોંકાવનારી વાત છે કે સરકારના પ્રસ્તાવને લાગૂ કરવાને લઈને વાઇસ ચાન્સેલરનું વલણ અડગ રહેલું છે. તેમનું આ વલણ ટીકા પાત્ર છે અને મારો મત છે કે આવા વાઇસ ચાન્સેલરને પદ પર બન્યા રહેવાની મંજૂરી ન હોવી જોઈએ.'
મુરલી મનોહર જોશીનું આ નિવેદન તે સમયે સામે આવ્યું છે, જ્યારે જેએનયૂમાં વધારેલી ફી અને હિંસાને લઈને વિદ્યાર્થીઓ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જેએનયૂના પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પણ વાઇસ ચાન્સેલરને હટાવવાની માગ કરી રહ્યાં છે. વિપક્ષે પણ વાઇસ ચાન્સેલર જગદીશ કુમાર પર નિશાન સાધ્યું છે. પરંતુ હવે ભાજપના નેતા મુરલી મનોહર જોશીના ટ્વીટ કર્યા બાદ સરકાર પર વાઇસ ચાન્સેલરને હટાવવાનો દબાવ વધી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે